ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, 1100 લોકોને કરાયા સ્થળાંતરિત - Red alert for rain in Junagadh

પાછલા ચાર દિવસથી જુનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આવતીકાલે પણ જુનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અતિ ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના માણાવદર, કેશોદ અને માંગરોળ તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા લોકોના સ્થળાંતરથી લઈને તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રના અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે. સાથે સાથે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. Red alert for rain in Junagadh

જુનાગઢ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
જુનાગઢ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 10:36 PM IST

અનિલ રાણાવસિયા, કલેકટર (Etv Bharat Gujarat)

જૂનાગઢ: પાછલા ત્રણ દિવસથી જુનાગઢ અને સમગ્ર સોરઠ પંથકમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તે અંતર્ગત સમગ્ર સોરઠ પંથકમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે. માણાવદર, માંગરોળ, વિસાવદર અને મેંદરડા પંથકમાં સમગ્ર ચોમાસાનો સરેરાશ કરતા વધુ વરસાદ પડી જતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે ત્યારે સંભવિત રેડને પગલે જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તમામ અધિકારીઓને કામગીરીની સોંપણી કરવામાં આવી છે.

1100 લોકોનું કરાયું સ્થળાંતર: જુનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે આજે 1100 જેટલા લોકોને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની મદદથી સ્થળાંતર કરવામાં આવ્યા છે. જુનાગઢ જિલ્લાના 19 જળાશયો પૈકી 14 જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. જેને કારણે 86 જેટલા ગામડાઓને એલર્ટ રાખવામાં આવ્યા છે. આ સિવાય જૂનાગઢ જિલ્લાના માણાવદર, માંગરોળ અને કેશોદના 48 ગામ આજે સંપર્ક વિહોણા બન્યા છે. પરંતુ જે તે ગામના સરપંચ અને તલાટી દ્વારા ગામનો સીધો સંપર્ક જિલ્લા વહીવટી તંત્ર સાથે જોડાયેલો છે. જિલ્લા પંચાયત અને કેટલાક વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગના માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા આવા માર્ગોને સુરક્ષા હેતુ સજડ બંધ રાખવામાં આવ્યા છે. તમામ 48 ગામોમાં કોઈ પણ જાનમાલનું નુકસાન થયાના એક પણ સમાચાર સામે આવ્યા નથી. પુર અસરગ્રસ્ત તાલુકામાં 22 ગામડાઓ માણાવદરના અને 15 ગામડા માંગરોળ તાલુકાના સામેલ કરવામાં આવ્યા છે. પુર અસરગ્રસ્ત ગામોમાં કોઈપણ વ્યક્તિને ભોજનની મુશ્કેલી ન ઊભી થાય તે માટે ફૂડ પેકેટની સાથે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓને સતેજ રાખવામાં આવ્યા છે. આ સિવાય જ્યોતિગામ યોજના અંતર્ગતના વીજ પ્રવાહને હાલ સ્થગિત રાખવામાં આવ્યો છે. જેથી વીજળી કરંટની સંભવિત ઘટનાઓને અટકાવી શકાય.

આજે માણાવદર તાલુકામાં 234 મી.મી વરસાદ: જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આજે સૌથી વધુ 234 મી.મી વરસાદ પડ્યો છે. તેવી જ રીતે વિસાવદરમાં 159 મી.મી, માળીયાહાટીના તાલુકામાં 135 અને જુનાગઢ તાલુકામાં 107 મી.મી વરસાદ પડ્યો છે. માળીયા હાટી તાલુકાના આંબલગઢ ગામમાં એક વ્યક્તિનું, તેમજ માણાવદર તાલુકાના જીંજરી અને થાણીયારા ગામમાં એક-એક વ્યક્તિનુ મોત થયું છે. ચોમાસા દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ત્રણ વ્યક્તિના મોત થયાની વિગતો પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

  1. ગુજરાતનું પ્રથમ અનાજ ATM ભાવનગરના ફાળે આવવાની શક્યતા : અનાજ ATM શું છે અને ક્યાં મળી શકે શહેરમાં પ્રથમ જાણો - Grain ATM in Bhavnagar
  2. ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને થયા અભિભૂત - Vadodara News

ABOUT THE AUTHOR

...view details