પોલીસ સમક્ષ હાજર થયા દુષ્કર્મ કેસના આરોપી રાજીવ મોદી અમદાવાદ :બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ બાદ કેડિલાના CMD રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર થયા છે. બલ્ગેરિયન યુવતીની દુષ્કર્મની ફરિયાદમાં ઘણા સમયથી ફરાર રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હાલ સોલા પોલીસ દ્વારા આ મામલે રાજીવ મોદીનું નિવેદન નોંધવામાં આવ્યું છે.
રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર : કેડિલાના CMD રાજીવ મોદી 2 નોટિસ આપ્યા બાદ આજે સોલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. સવારે 8 વાગ્યે હાજર થયા બાદ સોલા પોલીસ મથક ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ થઈ રહી છે. SIT ના વડા દ્વારા રાજીવ મોદીની પૂછપરછ કરવામાં આવી હતી. પહેલા રાજીવ મોદીનું નિવેદન નોંધાયું અને બાદમાં તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જોકે, રાજીવ મોદીએ પોલીસ સમક્ષ પોતાના પર લાગેલા આક્ષેપોને નકાર્યા છે. અત્યાર સુધી કંપનીના કામથી બહાર હોવાનું રાજીવ મોદીએ જણાવ્યું હતું.
દુષ્કર્મનો આરોપ : કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિદેશી યુવતીની ફરિયાદ સોલા પોલીસે નોંધી હતી. પોલીસે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ IPC કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધી હતી. નોંધનીય છે કે ફરિયાદી બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.
બલ્ગેરિયન યુવતીની ફરિયાદ :વર્ષ 2023 ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ થતા સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ફરિયાદી દ્વારા છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
- Rape Case : વિદેશી મહિલા સાથે દુષ્કર્મ મામલે કેડિલાના CMD અને HR મેનેજર વિરુદ્ધ ફરિયાદ
- Ahmedabad Ats Arrested Mufti Azhari: મુંબઈના કુખ્યાત મુફ્તી અઝહરીને ગુજરાત ATS અમદાવાદ લાવી, શું છે સમગ્ર મામલો જાણો...