નવસારી સબજેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી (Etv Bharat Gujarat) નવસારી: આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે તેવામાં નવસારી સબજેલ ખાતે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. સજા ભોગવતા પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલી બહેનોની આંખમાંથી અશ્રુની ધારા વહી હતી તો ભાઈઓએ પણ પોતાના પરિવારને મળીને રાહત અનુભવી હતી કેવા દ્રશ્યો સર્જાયા હતા.
નવસારી સબજેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી (Etv Bharat Gujarat) ભાઇ બહેનના પ્રેમનો અનોખો તહેવાર રક્ષાબંધન: આજે ભારતમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે, બહેન પોતાના લાડકવાયા ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના સ્વાસ્થ્યની કામના કરે છે, તો ભાઈ પણ આજીવન પોતાના બહેનનું રક્ષા કરવાના સંકલ્પ લેતો હોય છે. પરંતુ આપણા સમાજમાં એવો પણ એક વર્ગ છે. જે મુખ્ય પ્રવાહમાં હોવાની સાથે પોતાના કર્મોની સજા ભોગવી રહ્યો છે. નવસારી સબજેલમાં પણ આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાઈને જોતા જ બહેનોની આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડી હતી.
નવસારી સબજેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી (Etv Bharat Gujarat) ભાઇ બહેનના મિલનના લાગણીસભર દ્રશ્યો કેમેરામાં કેદ: જેલમાં ભાઈ બહેનના મિલનના લાગણીસભર દ્રશ્યો કેમેરામાં કૈદ થયા હતા. નવસારી જુનાથાણા વિસ્તારમાં આવેલ સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવી પહોંચી હતી. જેલ તંત્ર દ્વારા વહેલી સવારથી જ રક્ષાબંધનને લઈને સુંદર વ્યવસ્થા કરી હતી.
કુલ 411 કેદીઓ સજા ભોગવી રહ્યા છે: સવારે 8:00 થી બપોરે 1 વાગ્યા સુધી જેલ તંત્ર દ્વારા રાખડી બાંધવા માટેની પરવાનગી આપવામાં આવી છે. નવસારી સબજેલમાં પાકા કામના 34, કાચા કામના 366, તો કાચા કામની 11 મહિલા કેદી મળીને કુલ 411 જેટલા કેદીઓ સજા ભોગી રહ્યા છે. જેઓ દ્વારા આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. રીંકલબેન પટેલે જણાવ્યું હતું કે, હું આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અહીં જેલમાં મારા ભાઈને રાખડી બાંધવા માટે આવી છું મારા ભાઈને રાખડી બાંધીને હું ઘણી ખુશ છું અને મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે, આવતા વર્ષે મારો ભાઈ મારી સાથે ઘરે હોય અને મેં એને ઘરે રાખડી બાંધીને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવી શકીએ.
- રાજકોટ જેલમાં રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી, રક્ષાબંધનને લઇ કરાઇ વિશેષ વ્યવસ્થા - RAKSHA BANDHAN 2024
- પાટણ જીલ્લાનું એક એવું ગામ જ્યાં 700 વર્ષથી રક્ષાબંધનની ઉજવણી થતી નથી, જાણો કેમ... - RAKSHA BANDHAN 2024