ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ અગ્નિકાંડ, ૨૭ મૃતકોની DNA મેચીંગના આધારે ઓળખ, 3 વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ કરનાર સામે FIR - Rajkot TRP Game zone fire mishap - RAJKOT TRP GAME ZONE FIRE MISHAP

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 હતભાગીઓની DNA મેચીંગના આધારે ઓળખ કરવામાં આવી છે. ગત 25 મેના રોજ સર્જાયેલી આ દુર્ઘટનામાં 30થી વધુ લોકોના મોત થયાં છે. કેટલાંક મૃતદેહો એટલી હદે સળગી ગયેલા હતાં કે, તેમની ઓળખ માટે FSL દ્વારા DNA ટેસ્ટનો સહારો લઈને તેમના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યાં છે. Rajkot TRP Game zone fire mishap

રાજકોટ અગ્નિકાંડ
રાજકોટ અગ્નિકાંડ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2024, 12:56 PM IST

રાજકોટ:શહેરના નાના મવા સ્થિત TRP ગેમ ઝોનમાં ગત 25 મે રોજ થયેલી આગની દુર્ઘટનામાં 30થી વધુ લોકોના મોત થયાં છે. આ અગ્નિકાંડમાં 27 હતભાગીઓની DNA મેચીંગના આધારે ઓળખ કરવામાં આવી છે. રાજ્યના રાહત કમિશનરે આ અંગે જણાવ્યું હતું કે, ટી.આર.પી. ગેમ ઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ પોલીસ તંત્ર દ્વારા તકેદારીના પગલા તાત્કાલિક લેવાયા છે.

રાજકોટ અગ્નિકાંડ, ૨૭ મૃતકોની DNA મેચીંગના આધારે ઓળખ (Etv Bharat Gujarat)

TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં તંત્રની કામગીરી: જે લોકોના પરિવારજનો મળી આવતા નહોતા, તે માટે સૌ પ્રથમ ઘટના સ્થળ પર ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તથા પોલીસની ટીમ દ્વારા યાદી મેળવવામાં આવી હતી. બનાવની રાત્રે જેમ જેમ મૃતદેહો રીકવર થયા, તેમ તેમ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમ તથા હતભાગીઓના ડી.એન.એ. સેમ્પલ લેવાની કાર્યવાહી તથા તેમના પરિવારજનોના ડી.એન.એ.સેમ્પલ મેળવવાની કામગીરી હાથ ધરી મોડી રાત્રે પૂર્ણ કરી, એર એમ્બ્યુલન્સ મારફતે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવેલા હતા.

3 વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ કરનાર સામે FIR (Etv Bharat Gujarat)

મૃતકોની યાદી જાહેર કરી: ગુમ થયેલ વ્યકિત અને પરિવારજનો વિશે તેમના પરિવારના અલગ-અલગ લોકો દ્વારા એકથી વધુ સ્થળોએ માહિતી લખાવવામાં આવી હતી, તેથી અમુક નામો બેવડાતા હતા અથવા હુલામણા નામોના કારણે સંખ્યા બેવડાતી હતી, તેવા કિસ્સામાં નામોની ફેર-ચકાસણી કરી મૃતકોની યાદી આખરી કરવામાં આવી હતી, અને ૨૭ મૃતદેહોના ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવેલા અને તેના પરિવારજનોના ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવેલ. આ તમામ સેમ્પલોની સરખામણી થઈ જતા ૨૭ લોકોનો આ ઘટનામાં મૃત્યુ પામ્યાનું કન્ફર્મ થયેલ છે અને ૨૭ મૃતદેહોની તેના વાલી વારસોને સોંપણી થયેલ છે.

27 મૃતકોની DNA મેચિંગના આધારે ઓળખ: એફ.એસ.એલ. ટીમ દ્વારા મૃતદેહોના ડી એન એ પરિવાર જનો ના ડી એન એ સાથે મેચ કરવા માટેની કામગીરી દિવસ રાત સતત કરવામાં આવી હતી. તમામ ૨૭ મૃતદેહોના સેમ્પલ લેવાયેલ ત્યારથી દરેક હતભાગી દીઠ એક નાયબ મામલતદાર અને એક પી.એસ.આઈ.ની નિમણૂંક કરવામાં આવેલ અને તેમના પરિવારનો સંપર્ક કરી, જયારે મૃતદેહ સોંપવામાં આવે ત્યારથી અંતિમ વિધિ સુધી તમામ બાબતમાં મદદરૂપ થવા અને ત્યાર બાદ મૃતકને આપવાની થતી સી.એમ.રીલીફ ફંડ અને પી.એમ. રીલીફ ફંડની સહાયની પ્રક્રિયા પુર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવેલ છે.

3 વ્યક્તિ ગુમની ખોટી જાણ કરાતા FIR: આ ઉપરાંત અમુક લોકો ખાનગી હોસ્પીટલો (ટ્રીનીટી હોસ્પિટલ) માં દાઝેલી હાલતમાં સારવાર લઈ રહેલ છે કે, મૃત્યુ પામેલ છે, તેવી ભ્રામક માહિતી બાબતે જણાવવાનું કે, ટ્રીનીટી હોસ્પીટલ દ્વારા સોશ્યલ મીડીયામાં વિડીયો દ્વારા રદિયો આપવામાં આવેલ છે તેમજ હોસ્પીટલના સંચાલકનું મામલતદાર દ્વારા નિવેદન લઈ ઉપરોકત બાબત ખોટી હોવાની ખરાઈ કરવામાં આવેલ છે. બીજી તરફ હિતેષભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડયાએ તેના ભાણેજ તથા તેના જૂના પાડોશીના બે સંતાનો મળીને કુલ ત્રણ વ્યકિત ગુમ હોવાની ફરિયાદ કરતા તેમની વિગતો ચકાસતાાં આ બાબત ખોટી જણાતાં આ વ્યકિત વિરૂધ્ધ આઈ.પી.સી. ની કલમ ૨૧૧ હેઠળ એફ.આઈઆર. દાખલ કરવામાં આવી છે.

હાલમાં કોઈ ફરિયાદ પેન્ડિંગ નહીં: હાલ કોઈપણ વાલી વારસ તરફથી તેમના પરીવારજનો ગુમ હોવાની ફરીયાદ પેન્ડીંગ નથી અને ૨૭ મૃતદેહો તેમના પરીવારજનોને સોંપી દેવામાં આવેલ છે. આમ છતાં હજુ પણ કોઈ વ્યક્તિની ભાળ આગ દુર્ઘટના પછી મળતીના હોય અને તેમના પરિવારજનોને શંકા હોય તો તેમના માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને SITના અધ્યક્ષ ભરત બી. બસીયાના ખાસ કોન્ટેક્ટ નંબર જાહેર કરવામાં આવ્યા છે.

27 મૃતકોની DNA મેચિંગના આધારે ઓળખ

  1. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.૩૪)
  2. સ્મિત મનીષભાઈ વાળા (ઉ.૨૨)
  3. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.૨૧)
  4. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.૩૦)
  5. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.૧૯)
  6. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.૨૦)
  7. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.૩૬)
  8. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.૨૪)
  9. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.૨૨)
  10. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.૧૯)
  11. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.૪૫)
  12. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨)
  13. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.૪૦)
  14. દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨)
  15. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.૧૫)
  16. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.૨૦)
  17. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.૨૫)
  18. વિવેક અશોકભાઈ દુસારા (ઉ.૨૮)
  19. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉ.૨૪)
  20. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.૨૨)
  21. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.૨૮)
  22. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.૨૪)
  23. હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.૨૫)
  24. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.૩૦)
  25. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.૪૫)
  26. મોનુ કેશવ ગૌંડ (ઉ.૨૧)
  27. અક્ષય કિશોરભાઈ ઢોલરીયા (ઉ.૨૮)

ABOUT THE AUTHOR

...view details