રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ (Etv Bharat Gujrat) રાજકોટ: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ગઈકાલે સાંજે ભીષણ આગની ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં 30થી વધુ જેટલાં લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાએ ન માત્ર ગુજરાત પરંતુ દેશ આખાને હચમચાવી નાખ્યો છે. શનિવારે બનેલી આ ઘટના અનેક પરિવારો માટે ખુબ પીડાદાયક બની રહી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પત્રકાર પરિષદ યોજી હતી.
TRP ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે SITની રચના: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તપાસ અર્થે તાત્કાલિક "SIT"નું ગઠન કરી વહેલામાં વહેલી તકે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પગલાં લેવા માટે જણાવ્યું હોવાનું હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું. રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.
"માનવ સર્જિત બનાવ એ દુર્ઘટના કહેવાય કુદરતી નહીં": અહી ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યો છે અને સુઓમોટો દાખલ કરી છે. આવતીકાલે હાઇકોર્ટમાં આ સુઓમોટોના આધારે સુનાવણી થશે. કોર્ટે આ સાથે આગાળ જણાવતા કહ્યું છે કે, "માનવ સર્જિત બનાવ એ દુર્ઘટના કહેવાય કુદરતી નહીં." કોર્ટે ઘટના સંદર્ભે કડક વલણ અપનાવતા કહ્યું કે, ગેમઝોનના આયોજકની બેદરકારીએ નિર્દોષોનો જીવ લીધો છે. સરકાર દ્વારા આવતીકાલે કોર્ટમાં જવાબ રજૂ કરાશે.
રાજ્ય સરકારે સહાય જાહેર કરીઃ રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે...ભુપેન્દ્ર પટેલ(મુખ્યપ્રધાન, ગુજરાત)
- ગુજરાતમાં રાજકોટ અગ્નિકાંડ પેલા બની અનેક મોટી દુર્ઘટનાઓ, સરકાર બની મૂક પ્રેક્ષક - Manmade accidents in Gujarat