રાજકોટ:રાજકોટ નાના મવા રોડ પર આવેલ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે 25મી સપ્ટેમ્બરે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 4 શખ્સોએ ચાર્જશીટ બાદની જામીન અરજી મામલે કેસ ચાલ્યો હતો. જેમાં ગેમ ઝોનના માલિક અશોકસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાના વકીલ દ્વારા આરોપીઓનો બચાવ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળતી વિગત મુજબ, માલિક જાડેજાના વકીલનું કહેવું હતું કે, માલિક અશોકસિંહ ગેમ ઝોનમા કોઈપણ પ્રકારનું મોનિટરિંગ કરતા ન હતા. જેથી તેઓ ત્યાં જતા ન હતા અને તેમને કોઈપણ પ્રકારની માહિતી પણ નહોતી.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ, કોર્ટે ચાર શખ્સોની જામીન અરજી ફગાવી - Rajkot trp game zone - RAJKOT TRP GAME ZONE
રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં બાળકો, મહિલાઓ સહિત 27 લોકો મોત થયા હતા, જે બાદ પોલિસે ગેમ ઝોનનાં માલિક અને મનપા ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર સહિત 15ની ધરપકડ કરી હતી. જેમાં 4 શખ્સોએ ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી જે મામલે આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. જેમાં ચારેય આરોપીના જામીન ના મંજુર થતા હવે તેઓ હાઇકોર્ટના દ્વાર ખખડાવશે.
Published : Sep 30, 2024, 5:55 PM IST
જ્યારે અધિકારીઓ તરફી વકીલોની દલીલમાં અધિકારીઓની જવાબદારીની એકબીજા ઉપર ફેંકાફેંકીની બાબત સામે આવી હતી. જેમાં ઈલેશ ખેરના વકીલે કહ્યું કે, ઘટના જ્યાં બની તે કાલાવાડ રોડ ઝોનમાં આવે, ફાયર સેફ્ટીના નિયમો મુજબ ચેકિંગ કરવાની જવાબદારી ન આવે. જ્યારે પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર તરફી વકીલોએ કહ્યું કે, જે-તે સમયે ગેમ ઝોનનું બાંધકામ શરૂ થયું હતું તે સમયે નોટિસો અપાઇ હશે, પરંતુ ત્યારે અમે ફરજ પર નહોતા. જે પછી અમારી નિમણૂક થઈ. જેથી અમારો આમાં કંઈ રોલ નથી.
જેથી સરકાર પક્ષે વકીલે કહ્યું હતું કે, TRP ગેમ ઝોનનાં માલિકની તમામ જવાબદારી બને છે. જ્યારે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર એવું કહે છે કે, બાંધકામ શરૂ થયું ત્યારે અમારી નિમણૂક નહોતી થઈ તો બાદમાં ગેરકાયદેસર બાંધકામ ઉભું થઈ ગયું અને ધમધમવા પણ લાગ્યું તો ત્યારે શા માટે નોટિસ આપી બાંધકામ ન અટકાવ્યું કે તોડી પાડ્યું. જ્યારે પૂર્વ ચીફ ફાયર ઓફિસર કહે છે કે, ફાયર NOC વિના બિલ્ડિંગ ધમધમતું હોય તે બાબતે કોઈની અરજી આવે તો ચેકિંગ કરી શકીએ તો આ ઘટના બાદ શા માટે ગેમ ઝોન ઉપરાંત તાબડતોબ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું અને ફાયર એનઓસી વિનાના તમામ બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવ્યા.આમ કોર્ટ દ્વારા બને પક્ષની દલીલો સાભળીને ચારેય શખ્સોના જામીન ના મંજુર કર્યા છે જેથી હવે આ ચારેય શખ્સોએ હવે હાઇકોર્ટમાં જામીન મેળવાની પ્રક્રિયા કરવી પડશે.