જામનગર: રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ત્યારે જામનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ રેન્જ આઇ.જી. જામનગરની મુલાકાતે (Etv Bharat Gujarat) વાર્ષિક ઇન્સ્પેક્શન કોન્ફરન્સનું આયોજન: જામનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ દ્વારા જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીઓની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ જામનગર જિલ્લા પોલીસ વિભાગની કામગીરીઓને બિરદાવી હતી.
રાજકોટ રેન્જ આઇ.જી. જામનગરની મુલાકાતે (Etv Bharat Gujarat) રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે આ પ્રસંગે જણાવ્યું હતું કે, 'જામનગર જિલ્લામાં દબાણ કર્તાઓ સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, તેમજ વ્યાજખોરો, સટોડીયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જામનગરમાં સેનાની ત્રણેય પાંખ આવેલી છે, ત્યારે આગામી દિવસોમાં દરિયાઈ સુરક્ષા મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવશે. જામનગરની જનતાને રેન્જ આઈ.જી.એ અપીલ કરતાં જણાવ્યું હતું કે, લોકોની આસપાસ કોઈપણ જાતની પ્રવૃત્તિ થઈ રહી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો હતો.'
આ પણ વાંચો:
- AMC ઓફિસ સામે જ ગેરકાયદે બાંધકામ ? મનપાની ડિમોલિશન કામગીરી પર હાઇકોર્ટનો સ્ટે ઓર્ડર
- જામનગરની જી.જી હોસ્પિટલમાં ફરી મળી આવ્યું મૃત નવજાત, પોલીસે તપાસ હાથ ધરી