રાજકોટઃ ખીરસરા ઘેટિયા ગામના સ્વામીઓ ધર્મસ્વરૂપદાસ અને સ્વામિનારાયણ સ્વરૂપદાસની વિવિધ નેતાઓ અને મોટા આગેવાનો સાથે હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાંથી સામે આવી રહી છે. મોટા રાજનેતાઓ સાથેના સીધા કનેક્શન અને ઓળખાણ હોવાની બાબતનો ફાયદો મળી રહ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ખીરસરા ઘેટિયા ગામના સ્વામીઓના મહાનુભાવો સાથેના ફોટો થઈ રહ્યા છે વાયરલ - Rajkot News - RAJKOT NEWS
ખીરસરા ઘેટિયા ગામના સ્વામીઓની રાજનેતાઓ તેમજ મોટા આગેવાનો સાથે મુલાકાતની તસ્વીરો સોશિયલ મીડિયામાં ફરતી થઈ રહી છે. શું આની પાછળ કોઈ એજન્ડા છે....જાણવા માટે વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.
Published : Jun 18, 2024, 3:33 PM IST
મહાનુભાવો સાથેના ફોટોઝઃ રાજનેતાઓ, મોટા આગેવાનો, મંત્રીઓ, ઉદ્યોગપતિઓ તેમજ મોટી હસ્તીઓ સાથેની તસવીરો સામે આવી રહી છે. સ્વામી સામે નોંધાયેલ ગુના બાદ સ્વામીઓ તેમજ મુખ્ય સંચાલક પોલીસની ઢીલાશને કારણે રફુચક્કર થઈ ચૂકવવામાં સફળ બન્યા છે. ખીરસરા ઘેટિયા ગામના સ્વામીઓ ધર્મસ્વરૂપદાસ અને સ્વામિનારાયણ સ્વરૂપદાસની વિવિધ નેતાઓ અને મોટા આગેવાનો સાથે હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાંથી સામે આવી રહી છે. મોટા રાજનેતાઓ સાથેના સીધા કનેક્શન અને ઓળખાણ હોવાની બાબતનો ફાયદો મળી રહ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.