રાજકોટ: TRP ગેમઝોનમાં આગના બનાવ બાદ મહાનગરપાલિકા ફાયર NOC માટે એક્શન મોડમાં આવી છે. જેમાં અનેક વેપારીઓની શૈક્ષણિક સંસ્થાને સીલ કરી દેવામાં આવી છે. તો વિવિધ જ્ઞાતિની વાડીઓ વર્ષો પેહલા બનેલા હોવાથી તેમાં BU પરમિશન નહીં હોવાથી ફાયર NOC મળી શકે તેમ નથી. ત્યારે ફાયર NOC માટે BU પરમિશન જરૂરી હોવાના નિયમમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે.
રાજકોટમાં સમાજની વાડીઓ અને મેરેજ હોલ કરાયા સીલ, NOC મેળવવા વધુ સમયની માંગ - Fire NOC Checking Rajkot Municipal
TRP ગેમઝોનમાં આગના બનાવ બાદ મહાનગરપાલિકા ફાયર NOC માટે એક્શન મોડમાં આવી છે. જેમાં અનેક વેપારીઓની શૈક્ષણિક સંસ્થાને સીલ કરી દેવામાં આવી છે. તો વિવિધ જ્ઞાતિની વાડીઓ વર્ષો પેહલા બનેલી હોવાથી તેમાં BU પરમિશન નહીં હોવાથી ફાયર NOC મળી શકે તેમ નથી.Fire NOC Checking by Rajkot Municipal
Published : Jun 16, 2024, 3:49 PM IST
સમાજની વાડીઓ અને મેરેજ હોલને સીલ માર્યા: રાજકોટ TRP ગેમઝોનની દુર્ઘટના બાદ મહાનગરપાલિકા જે રીતે ફાયર અને BU પરમિશન માટે કડક પગલા લઈ રહ્યું છે, જેમાં ઘણા સમાજની વાડીઓ પર સીલ લાગી જતા આજે જુદી જુદી વાડીઓના આગેવનો મહાનગરપાલિકાએ દોડી ગયા હતા. જેમાં કડિયા સમાજના નરેન્દ્ર સોલંકીએ મહાનગરપાલિકા કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં મોટા ભાગની સમાજની વાડીઓ અને મેરેજ હોલને સીલ મારીને બંધ કરવામાં આવ્યા છે. સીલ ખોલવા માટે સંબંધીત અધિકારીઓ દ્વારા ફક્ત 7 દિવસમાં ફાયર NOC તેમજ ખૂટતા કાગળો મેળવી લેવા માટેનું સોગંદનામું લેવામાં આવ્યું છે. જેમાં ફાયર NOC માટે BU પરમિશન પણ માંગવામાં આવી છે. ફાયર NOC જરૂરી હોવાથી તમામ જ્ઞાતિનાં આગેવાનો સહમત છે.
બિલ્ડિંગનું BU પ્રમાણપત્ર આપવું ફરજિયાત: અગ્નિકાંડ પહેલા ફાયર NOC માટેના નિયમો મુજબ ગ્રાઉન્ડ ફલોર તથા ફર્સ્ટ ફલોર માટે ફાયર NOC જરૂરી નહોતું. જોકે, હવે તે મેળવવું જરૂરી હોવાથી તેની માટે પણ સૌ કોઈ તૈયાર છે. પરંતુ ફાયર NOC માટે જે તે બિલ્ડિંગનું BU પ્રમાણપત્ર આપવાનું છે, જે મોટાભાગની સમાજની વાડીઓ પાસે ઉપલબ્ધ નથી. કારણ કે, આ વાડીઓના બાંધકામ ઘણા વર્ષો પહેલા BU સ્કીમ અમલમાં આવ્યા પહેલા થયેલા છે. જે વાડીઓ પાસે BU છે તેઓએ પણ બિલ્ડિંગમાં નાના-મોટો ફેરફાર કરેલા હોય છે. અમુક સમાજની વાડીઓનું બાંધકામ રેગ્યુલરાઇઝ થઇ શકે તેમ નથી. ત્યારે આ તમામ બાબાતોને ધ્યાનમાં લઈ ફાયર NOC માટે BU પરમિશન ફરજીયાતનાં નિયમની ફેર વિચારણા કરવી જરૂરી છે. તેમજ 7 દિવસનો સમય ઓછો હોવાથી વધુ સમય આપવાની માંગ પણ કરવામાં આવી હતી.