અમદાવાદ: મકરસંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં શાંતી પૂર્ણ વાતાવરણમાં શહેરીજનો તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા પતંગની દુકાનો પર ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ માટે રાત્રી ડ્રાઇવ યોજવામાં આવી હતી. ઉપરાંત ચાઇનીઝ દોરીથી રક્ષણ મેળવવા અને તેનો ઉપયોગ ન કરવા અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી.
ચાઇનીઝ દોરી, તુક્કલ માટે પોલીસની નાઇટ ડ્રાઇવ: અમદાવાદ પોલીસ મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે રાત્રિના સમયે પોલીસ કમિશનરના જાહેરનામાનું અમલ કરાવવા તથા ચાઇનીઝ દોરી, તુક્કલ, કાચ પાયેલી દોરી સામે રક્ષણ મેળવવા, તેનો ઉપયોગ નહીં કરવા, જાગૃતિ લાવવા પતંગ દોરીનો વ્યવસાય કરતા વેપારીઓના સ્ટોલ ઉપર ખાસ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિવિઘ પ્લેકાર્ડ બતાવી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી: લોકોને સરળતાથી અને અસરકારક રીતે સમજણ આપવા માટે વિવિધ સૂચનાઓ વાળા સાઇનબોર્ડ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સાઇનબોર્ડમાં 'ચાઇનીઝ દોરીનો વેપાર કરવો નહીં' , 'Let's Save Birds This Uttarayan' , 'નજર હટી દુર્ઘટના ઘટી' સહિતના સૂચનો લખવામાં આવ્યા હતા.
પોલીસે સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું: અમદાવાદ પોલીસ દ્વારા રાત્રીના સમયે પણ તહેવારના આગામી દિવસોમાં ખાસ ચેકિંગ ડ્રાઈવ કરીને પ્રતિબંધિત દોરી તથા તુક્કલનો ઉપયોગ નહીં સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું.
કરુણા એમ્બ્યુલન્સ 1962 હેલ્પલાઇન અંગે પણ સમજ આપવામાં આવી: આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા કરુણા એમ્બ્યુલન્સ 1962 હેલ્પલાઇન નંબર તેમજ જીવદયા ટ્રસ્ટ જે-તે સ્થળે પહોંચીને પશુને તથા પક્ષીઓને સારવાર આપીને જીવનદાન આપે છે, જેથી આવો કોઈ બનાવ બને ત્યારે તેમનો સંપર્ક કરી ઘાયલ પક્ષીઓની સારવાર કરાવવા બાબતે પણ લોકોને સમજણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: