ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ અગ્નિકાંડમાં "સીટ" સરકારી પંગતમાં બેસી ગઈ ? ઉચ્ચ અધિકારીઓ સામે તપાસનું રટણ...... - rajkot fire mishap

રાજ્યમાં ચકચારી રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં સીટનો રિપોર્ટ જાહેર થયો છે. SITના સભ્યોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ વિધિવત રીતે સીટનો અહેવાલ સરકારને સોપાયો છે. rajkot fire mishap sit investigation

રાજકોટ અગ્નિકાંડમાં સીઆઈટની તપાસ
રાજકોટ અગ્નિકાંડમાં સીઆઈટની તપાસ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 5:36 PM IST

Updated : Jul 6, 2024, 1:08 PM IST

રાજકોટ અગ્નિકાંડમાં સીઆઈટની તપાસ (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ રાજ્યમાં ચકચારી રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં સીટનો રિપોર્ટ જાહેર થયો છે. SITના સભ્યોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ વિધિવત રીતે સીટનો અહેવાલ સરકારને સોપાયો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા હતા. સીટના રિપોર્ટમાં ફાયર સહિત અનેક વિભાગોની નિષ્કાળજી બહાર આવી છે.

વિવિધ વિભાગોની નિષ્કાળજીઃ સીટના રિપોર્ટમાં ફાયર સહિત અનેક વિભાગોની નિષ્કાળજી બહાર આવી છે. પ્લાનિંગ વિભાગ ,ફાયર વિભાગ, લાયસન્સ બ્રાન્ચ પોલીસના અમુક વિભાગો અને આર એન્ડ બી વિભાગના અધિકારીઓની નિષ્કાળજી પ્રકાશમાં આવી છે. જોકે ઉચ્ચ કક્ષાના અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલુ છે. ચાર આઈએસ અને એક આઇપીએસ અધિકારીની પણ પૂછપરછ થઈ છે. જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે સરકાર શુ કાર્યવાહી કરે તે જોવું રહ્યું.

યક્ષ પ્રશ્નઃ રાજકોટના અગ્નિકાંડની ઘટનામાં જવાબદારોને ચિહ્નિત કરવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી છે. સીટનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યો છે. જેમાં ફાયર સહિતના વિભાગોની લાપરવાહી બહાર આવી છે. જોકે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ભૂમિકા અંગે હજુ તપાસ ચાલી છું. આઈએસ અને એક આઇપીએસ અધિકારીઓ કાર્યવાહી થશે કે નહીં તે યક્ષ પ્રશ્ન હાજી યથાવત છે. ઉચ્ચ અધિકારીઓ પર ગાળિયો કસવામાં "સીટ" સરકારી પંગતમાં બેસી ગઈ હોવાનું પ્રાથમિક રીતે દેખાઈ રહ્યું છે. સીટના વડાએ ઉચ્ચ અધિકારીઓ સામે તાપસ શરૂ હોવાનું રટણ કર્યુ છે.

ગઈકાલે રિપોર્ટ સોંપવાનો હતોઃ 20 જૂન એટલે કે ગઇકાલે રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ તેમાં કામગીરી અધુરી હોવાથી વિલંબ થઇ રહ્યો હતો. ગઇકાલે મોડી રાત સુધી નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે સુઓમોટો લઇને 27 મેના રોજ સુનાવણી કરી હતી ત્યારે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 72 કલાકની અંદર સીટનો રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે. પરંતુ આજે રાજકોટ અગ્નિકાંડના 28 દિવસ બાદ સીટનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.

સૌથી મોટા ગુનેગારઃ સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું હતું કે TRP ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા 27 લોકોના મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણેય વિભાગની સંયુક્ત બેદરકારી અને મેળાપીપણામાં આ દુર્ઘટના બની છે. TRP ગેમિંગ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે. SITના રિપોર્ટમાં એવો ખુલાસો કરાયો છે કે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે 3 વર્ષથી ચાલતા ગેરકાયદે ગેમિંગ ઝોન સામે કોઈ પગલાં લીધાં નથી. ગેમિંગ ઝોન માટે પાકું બાંધકામ થયાને 3 વર્ષ વીતી જવા છતાં એની સામે આંખ આડે કાન કરી લીધા હતા.

રહેણાંક જમીનઃ રહેણાક હેતુ માટે ફાળવેલી જમીન પર કોમર્શિયલ પ્રવૃત્તિ પુરજોશમાં ચાલતી હતી છતાં એને અટકાવવાના પ્રયત્નો થયા નથી. કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને એન્જિનિયરે ગેરકાયદે બિલ્ડિંગને હંગામી બાંધકામની કેટેગરીમાં મૂકીને ગંભીર બેદરકારી દાખવી છે. એ સિવાય ફાયરના અધિકારીઓએ એકપણ વખત કોઇ મુલાકાત લીધી નથી અને નોંધ સુધ્ધાં લીધી નથી. ફાયર વિભાગના અધિકારીઓના બેજવાબદારીપણાને લીધે 27 લોકો મોતને ભેટ્યા છે. માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરી નહોતી. SITએ તેના રિપોર્ટમાં મુખ્યત્વે 3 વિભાગને જવાબદાર ઠેરવીને તેમની કઇ બેદરકારી છે એ અંગે અલગ અલગ રિપોર્ટમાં રજૂઆત કરી હતી, જેમાં માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ ગેમિંગ ઝોન પર સ્થળ તપાસ જ નહીં કરી હોવાનું ચોંકાંવનારું તારણ રજૂ કર્યુ હતું. જ્યારે કોઇ સ્થળ પર વિશાળ સમુદાય એકત્ર થતો હોય ત્યારે એવા ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે માર્ગ-મકાન વિભાગ પાસેથી મંજૂરી લેવાની હોય છે. TRP ગેમિંગ ઝોન માટે માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરે સ્થળ તપાસ પણ નહોતી કરી. સરકારના પોતાના વિભાગોના અધિકારીઓએ ગંભીર બેદરકારી દાખવી હતી.

ફાયર એનઓસીની ચકાસણી કરી જ નહીંઃ ફાયર એનઓસીની તપાસ જવાબદાર 2 પોલીસ-ઇન્સ્પેક્ટરે કરી જ નથી. વીજ કંપની પાસેથી કોઇ મંજૂરી કે અભિપ્રાય લેવાયો નથી. પોલીસે સ્થળ પર કોઇ જ જાતની તપાસ કર્યા વગર લાઇસન્સ જારી કરી દીધું હતું. પોલીસ વિભાગે જાહેર અને વિશાળ સમુદાય ભેગો થતો હોય ત્યારે સુરક્ષાની સંપૂર્ણ ચકાસણી કરવી પડે છે અને ચકાસણી કર્યા પછી લાઈસન્સ આપવાનું હોય છે, પરતું પોલીસ અધિકારીઓ સ્થળ પર ગયા વિના અને કોઇ નિયમોની ચકાસણી વગર લાઈસન્સ આપી દીધું હતું. પોલીસે ફાયર એનઓસીની ચકાસણી કરી જ નહીં.

Last Updated : Jul 6, 2024, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details