રાજકોટઃ ગત શનિવારે TRP ગેમ ઝોનમાં લાગેલી આગની અંદર અનેક લોકોના બળીને ભડથું થઈ ગયા હતા. આ ઘટના સંપૂર્ણ બેદરકારીને લીધે બની હોવાનું સર્વવિદિત છે. મૃતકોના અને લાપતા લોકોના પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતમાં આ દુર્ઘટના બદલ રોષ ફાટી નીકળ્યો છે. આ દુર્ઘટનામાં મહાનુભાવો મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે તેમજ તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. જેમાં ઉપલેટાના ગધેથડના ગાયત્રી આશ્રમના સંત લાલબાપુએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) જનતાનો ગુસ્સો સાતમા આસમાનેઃ એક તરફ મૃતકોના મૃતદેહને મેળવવા માટે તેમના પરિવારો ઝઝૂમી રહ્યા છે બીજી તરફ ઘણા પરિવારો પોતાના લાપતા સભ્યોની માહિતી માટે મથામણ કરી રહ્યા છે. 3-3 દિવસથી કોઈપણ યોગ્ય માહિતી ન મળતા અને યોગ્ય કાર્યવાહી ન થતા જનતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે.
24000 ગાયત્રી મંત્રઃ આ દુર્ઘટનામાં મહાનુભાવો મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે તેમજ તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. જેમાં ઉપલેટાના ગધેથડના ગાયત્રી આશ્રમના સંત લાલબાપુએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે સંત લાલબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગાયત્રી મંત્રના 24,000 જાપનું અનુષ્ઠાન કર્યુ છે. તેમણે મૃતકોના પરિવારને પરમાત્મા દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરી છે.
રાજકોટમાં ઘટેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માને ઈશ્વર સદગતિ તેમજ શાંતિ આપે. અમે આશ્રમમાં મૃતકોના આત્માની શાંતિ માટે 24000 ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કર્યુ છે. મૃતકોના પરિવારને આ કારમો ઘા સહન કરવાની પરમેશ્વર શક્તિ આપે...લાલબાપુ(સંત, ગાયત્રી આશ્રમ, ઉપલેટા)
- રાજકોટ અગ્નિકાંડ: FSL દ્વારા મૃત્યું પામનારા 3 મહિલા સહિત 1 પુરુષના DNA થયાં મેચ, કુલ મૃત્યુ આંક 32 થયો - DNA Test By FSL In Rajkot Fire
- રાજકોટ અગ્નિકાંડ: ઉપલેટાના 22 વર્ષીય યુવકના મૃતદેહની ઓળખ થતાં પરિવારમાં શોક - Rajkot Fire Incident Update