રાજકોટઃ TRP અગ્નિકાડમાં 27 લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને આગમી 25 તારીખ એક મહિનો પૂરો થશે. આ દિવસે બંધ પાળવા માટે કોગ્રેસ તેમજ પીડિત પરિવારો માગ કરી રહ્યા છે. જેના માટે જુદી જુદી જગ્યાએ જઈ અપીલ પણ કરવામાં આવી રહી છે. કેટલાક બજારોએ સ્વેચ્છાએ બંધ રાખવાની જાહેરત પણ કરી દીધી છે. આજે ચેમ્બર ઓફ કોમર્સે પણ રાજકોટ બંધને સમર્થન આપ્યું છે.
રાજકોટ બંધના એલાનને ચેમ્બર ઓફ કોમર્સે સમર્થન આપ્યું - Rajkot Game Zone Fire Accident - RAJKOT GAME ZONE FIRE ACCIDENT
રાજકોટ બંધના એલાનને ચેમ્બર ઓફ કોમર્સે સમર્થન જાહેર કર્યુ છે તેમજ પીડિતોને ન્યાય અપાવવા વેપારીઓને સ્વૈચ્છિક બંધ પાળવા અપીલ પણ કરી છે.
Published : Jun 22, 2024, 10:49 PM IST
પત્ર દ્વારા અપીલઃ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેખિતમાં દરેક વેપારીઓને પત્ર મોકલી જાણ કરવામાં આવી છે કે, રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ભયાનક આગ લાગવાથી દુર્ભાગ્યપુર્ણ ઘટના સર્જાઈ હતી. રાજકોટ માટે આ ઘટના અત્યંત દુ:ખ દાયક હતી. આ કરૂણ બનાવમાં 27 નિર્દોષ લોકોએ પોતાની જીંદગી ગુમાવી હતી. મૃત્યુ પોમલા દિવંગતોની આત્માની શાંતી અર્થે તા.01-06-2024 ને શનિવારના રોજ સાંજના 4.30થી 6 વાગ્યા સુધી રાષ્ટ્રીય શાળા પ્રાર્થના ખંડ ખાતે ભાવપુર્ણ શ્રધ્ધાંજલી અર્પી પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી અને તેઓ પ્રત્યે ઘેરા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
રાજકોટ બંધઃ આ દુર્ઘટનાની આગામી 25-06-2024ના રોજ પ્રથમ માસિક પુણ્યતિથિ છે. તેથી 25મી જૂનના મંગળવારને રોજ તમામ વેપાર-ઉદ્યોગકારોને પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે અડધો દિવસ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. આ બંધના એલાનને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે સમર્થન આપ્યું છે. તેમજ પીડિતોને ન્યાય અપાવવા વેપારીઓને સ્વૈચ્છિક બંધ પાળવા અપીલ પણ કરી છે.