ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસે રાજકોટ અગ્નિકાંડમાં પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા રડી પડ્યા - Rajkot Game Zone Fire Accident - RAJKOT GAME ZONE FIRE ACCIDENT

રાજકોટ શહેરના ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં વિપુલ પ્રમાણમાં પેટ્રોલ તેમજ ડીઝલનો જથ્થો હોવાની બાબત સામે આવી છે. કોંગ્રેસ દ્વારા રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવી તપાસની માંગણી કરી છે. આવેદનપત્ર પાઠવતી વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા ભાવુક થઈને રડી પડ્યા હતા. Rajkot Game Zone Fire Accident Congress Gaytriba Vaghela Avedanpatra Collector

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 29, 2024, 10:20 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

રાજકોટ: રાજકોટ શહેરમાં આવેલ ગેમ ઝોનમાં ગત શનિવારે આગ દુર્ઘટના ઘટી હતી. આગ દુર્ઘટનાનું મુખ્ય કારણ આ ગેમ ઝોનમાં વિપુલ પ્રમાણમાં પેટ્રોલ તેમજ ડીઝલનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે. કોંગ્રેસે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ મામલે સઘન તપાસની માંગણી કરી છે. આવેદનપત્ર પાઠવતી વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા ભાવુક થઈને રડી પડ્યા હતા.

આવેદનપત્ર પાઠવાયુંઃ રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રભાવ જોશીને આવેદનપત્ર પાઠવ્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજકોટનો જે અગ્નિકાંડ છે તે બાબતે બધાને ખબર છે જેમાં આટલા બધા લોકોનો ભોગ લેવાયો હોવાનું સામે આવ્યો છે. આ મૃતકોના મલાજાના લીધે અમે શાંતિથી બેઠા હતા અને સાથે સાથે તંત્ર અને શાસકોને પણ અમે મદદરૂપ થયા છીએ. જે મૃતક પરિવારો છે એમને પણ મદદરૂપ થવા માટેના પ્રયત્ન થયા છે પરંતુ આ ઘટનામાં હજી સુધી તંત્ર અને આ જવાબદાર સરકાર દ્વારા કોઈપણ કાર્યવાહી નહીં કરતા જિલ્લા પુરવઠા વિભાગની તપાસ માટે આવેદનપત્ર પાઠવવા આવેલ છે.

પુરવઠા વિભાગની ભૂમિકાઃ ગાયત્રીબા વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસની સાથે-સાથે મ્યુનિસિપલ અને પુરવઠા વિભાગનો પણ આટલો જ રોલ છે કારણ કે, ઘર વપરાશ માટે પણ આપણે પેટ્રોલ બોટલમાં લેવું હોય તો પણ મંજૂરી નથી મળતી ત્યારે આ અગ્નિકાંડનું મુખ્ય કારણ પેટ્રોલ ડીઝલનો જથ્થો છે. આ મોટા જથ્થાને કારણે આ અગ્નિકાંડ થયો છે. શા માટે આ પુરવઠા વિભાગ આ બાબતે કોઈ કાર્યવાહી કરતું નથી ???

પુરવઠા વિભાગને તપાસના આદેશ અપાયાઃ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ રાજકોટ કલેકટર પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે, લોકમુખે તથા મીડિયા દ્વારા માહિતી મળી રહી છે કે ત્યાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો હતો તે દિશામાં પુરવઠા વિભાગને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને ફોરેન્સિક વિભાગ પણ તેમની સાથે સંપર્કમાં છે. આ બાબતનો જે કાંઈ રિપોર્ટ આવશે તે બાબતને લઈને તપાસ એજન્સીને આ મામલાનો રિપોર્ટ સોંપવામાં આવશે. મૃતકોના આંકડા બાબતે કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મૃતકોની સંખ્યા 27 જેટલી છે અને આ તમામ 27 લોકોની ડી.એન.એ. ટેસ્ટ બાદ ઓળખ થઈ ગઈ છે. તપાસ અંગેની કામગીરી અંગે જણાવવામાં આવ્યું છે કે એસઆઇટી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે તે બાબતમાં કંઈ માહિતી આપી શકાય તેમ નહીં.

  1. દીવા નીચે અંધારું !!! ગાંધીનગર કલેકટર કચેરીમાં જ ફાયર સેફ્ટીના સાધનો 'આઉટ ઓફ ડેટ' - Rajkot Game Zone Fire Accident
  2. રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર IAS-IPS અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે : સુભાષ ત્રિવેદી - Rajkot Gamezone Fire Incident

ABOUT THE AUTHOR

...view details