ગુજરાત

gujarat

ETV Bharat / state

'ઘરની અંદરથી 45 કિલો સોનું નીકળશે' કહી ઢોંગીએ પરિવારની મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ, 1 લાખ રૂપિયા પણ પડાવ્યા - rajkot fraud case - RAJKOT FRAUD CASE

આજની 21મી સદીમાં ઘણા લોકો એવા છે જે તંત્ર મંત્ર અને અંધવિશ્વાસ ફેલાવનારા ઢોંગીઓની માયાજાળમાં ફસાઈને ન કરવાનું કરી બેસે છે. આવા લોકોનો ફાયદો ઉપાડીને ઢોંગીઓ પોતાના બદઈરાદાઓ પાર પાડે છે, લોકોને જ્યારે આવા ઢોંગી બાબાઓ અને ત્રાંતિકોની હકિકત ખબર પડે છે ત્યારે ખુબ મોડું થઈ ગયું હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાિમાંથી સામે આવ્યો છે, જેમાં એક તાંત્રિકે કરોડો રૂપિયાની લાલચ બતાવીને ઘરની મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ અને લાખો રૂપિયા પણ પડાવ્યા. શું છે સંપૂર્ણ મામલો જાણો આ અહેવાલમાં. rajkot fraud case

કરોડો રૂપિયાની લાલચ આપીને  ઢોંગી બાબાએ દુષ્કર્મ આચર્યુ
કરોડો રૂપિયાની લાલચ આપીને ઢોંગી બાબાએ દુષ્કર્મ આચર્યુ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 11, 2024, 7:45 AM IST

કરોડો રૂપિયાની લાલચ આપીને ઢોંગી બાબાએ દુષ્કર્મ આચર્યુ (Etv Bharat Gujarat)

રાજકોટ: તંત્ર-મંત્ર અને અંધવિશ્વાસમા માનતા લોકો માટે આંખ ઉઘાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં રહેતા નણંદ-ભોજાઈને એક ઢોંગી બાબાએ 45 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા રોકડા તાંત્રિક વિધિથી આપવાની લાલચ દઈને ભોજાઈ પર દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યુ હોવાની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મૂળ જયપુરના અને છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી આચરતા શખ્સને કોડીનાર પાસેથી ઝડપી લઈ તેને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરી છે.

રાજકોટમાં રહેતી મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, માંગરોળમાં રહેતા કુટુંબીજનના માધ્યમથી એક તાંત્રિકનો પરિચય થયો હતો. કુટુંબીજને એવી વાત કરી હતી કે, આ તાંત્રિક ઘરમાં જમીનની નીચે રહેલી કિંમતી ચીજવસ્તુઓ અને ઝવેરાત હોય તો તે કાઢી આપે છે. દરમિયાન મે મહિનામાં આ તાંત્રિક રાજકોટ આવ્યા ત્યારે ફરિયાદી મહિલાના સાસુને આ વાતની જાણ થઈ હતી અને તાંત્રિકને મહિલા પોતાના ઘરે લઈ આવ્યા હતા.

ઘરમાં આંટો માર્યા બાદ એક જગ્યા પર રૂમમાં ઊભા રહીને ‘ઈસકે અંદર સે 45 કિલો સોના નીકલેગા’ની વાત કરી હતી અને મહિલાને લીંબુ લઈ આવવાનું કહી થોડી વિધિ કરી હતી. આ સમયે મહિલાના નણંદ પણ ત્યાં હાજર હતા. તેઓને પણ ‘હું તમને 15 કરોડ રૂપિયા બનાવી દઈશ’ કહીને તેમની પાસેથી રૂ.70,000 ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને ફરિયાદી મહિલાને સોનું કાઢી આપવાની લાલચ આપી 36 હજાર રૂપિયા રોકડા લઈ લીધા બાદ તાંત્રિક ચાલ્યો ગયો હતો.

  1. બાપ રે ! રાજકોટમાં મુસાફર ચાલુ ટ્રેને ઉતરવા ગયો અને...જુઓ ઘટનાના CCTV ફૂટેજ - Rajkot train accident
  2. હનીટ્રેપમાં ફસાયા જૂનાગઢ મનપાના સચિવ, ફરિયાદી સામે મહિલાએ પણ આપી ફરિયાદ પછી... - Junagadh Honeytrap

ABOUT THE AUTHOR

...view details