ગુજરાત

gujarat

ETV Bharat / state

અમને ન્યાય નહીં મળે તો રાજકોટથી ગાંધીનગર સુધી ન્યાય યાત્રા કાઢીશું - રાજકોટ અગ્નિકાંડ પીડિતોનો હુંકાર - Rajkot fire incedent

રાજકોટ અગ્નિકાંડના પીડીતો ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરવા આવ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરીયા સાથે મુલાકાત કરી હતી. સરકારે તેમને 10 મુદ્દે લેખિતમાં ખાતરી આપી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાને 1.5 માસ પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મળવા માટે સમય આપ્યો છે. Rajkot fire incedent

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 7:39 PM IST

રાજકોટ અગ્નિકાંડના પીડીતો ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરવા આવ્યા
રાજકોટ અગ્નિકાંડના પીડીતો ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરવા આવ્યા (Etv Bharat Gujarat)

ગાંધીનગર:રાજકોટ અગ્નિકાંડના પીડીતો ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરવા આવ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરીયા સાથે મુલાકાત કરી હતી. સરકારે તેમને 10 મુદ્દે લેખિતમાં ખાતરી આપી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાને 1.5 માસ પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મળવા માટે સમય આપ્યો છે.

રાજકોટ અગ્નિકાંડના પીડીતો ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરવા આવ્યા (Etv Bharat Gujarat)

પીડીતોએ બળાપો વ્યક્ત કરતા જણાવ્યું કે, "સરકાર માત્ર આશ્વાસન આપે છે. રાજકોટ દુર્ઘટનાને દોઢ માસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં કોઈ પણ અધિકારીઓ વિરુદ્ધ કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી. અમારી માંગણી નહીં સ્વીકારાય તો રાજકોટથી ગાંધીનગર યાત્રા કાઢીશું. રાજકોટ ટીઆરપી ગેમ જોન દુર્ઘટનામાં દોષિત અધિકારીને માત્ર સસ્પેન્ડ કર્યા છે. દોષિત અધિકારીઓને ડિસમિસ કરવા જોઈએ. પીડિતોએ 12 મુદ્દાની માંગણી કરી છે.

રાજકોટ અગ્નિકાંડના પીડીતો ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરવા આવ્યા (ETV Bharat Gujarat)

સુપરવિઝન કમીટી બનાવો: રાજકોટ ગેમઝોન કાંડના પીડીતોએ સરકાર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી કે ઉપરોક્ત બનાવ સબંધ રાજકોટ તાલુકા પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ છે. જેમાં કુલ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે પરંતુ ખરા પડદા પાછળનાં આરોપીઓની હજુ ધરપકડ કરવામાં આવેલ નથી. ઉપરોક્ત TRP ગેમ ઝોનના બનાવ સબંધે સુપ્રિમ કોર્ટના નિવૃત બે જસ્ટિસ, ગુજરાત હાઈકોર્ટનાં એક નિવૃત્ત ચીફ જસ્ટિસ તેમજ ગુજરાત હાઈકોર્ટના ત્રણ જસ્ટિસ અને એક નિવૃત મહિલા સીટી સીવીલ જજ તરીકે ફરજ બજાવેલ હોય તેવા જજ સાહેબની સુપરવિઝન કમીટી 2 દિવસમાં બનાવવામાં આવે.

રાજકોટ અગ્નિકાંડના પીડીતો ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરવા આવ્યા (ETV Bharat Gujarat)

નેતાઓની મીલીભગત:હાલમાં TRP ગેમ ઝોનના બનાવ સબંધે જે તપાસ ચાલી રહેલ છે, તેમાં IPS સુધા પાંડે, સુજાતા મજમુદાર અને નિર્લિપ્ત રાય આ ત્રણમાંથી કોઈપણ બે અધિકારીને તપાસ ટિમમાં લેવામાં આવે. TRP ગેમ ઝોનના બનાવની ટ્રાયલ છ માસમાં પુર્ણ થાય. જેથી ભગવાન શ્રી રામે રામાયણમાં જણાવેલ કે, જો પ્રજાને ન્યાય મળવામાં દેરી થાય તો તે અન્યાય થઈ જાય છે અને ક્યારેક તેનું પરિણામ ભયંકર આવે છે. જેથી મૃતકોના પરિવારજનોને ઝડપથી અને યોગ્ય ન્યાય મળે. કોંગ્રેસ કે ભાજપાનાં પુર્વ કે ચાલુ કોર્પોરેટરો, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્ય સહિતના અને બીજા જે પણ નેતાઓની મીલીભગત અને હપ્તાબાઝી કે ભાગીદારીને કારણે ગેરકાયદેસર રીતે TRP ગેમ ઝોન ચાલતો રહ્યો તે તમામની આ ગુનાના કામે ધ૨૫ડ થાય અને તેમની સામે ACB સહિતની CBI દ્વારા તપાસ થાય અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવે.

તટસ્થ તપાસ કરવામાં આવે: રહેણાંક વિસ્તારમાં TRP ગેમ ઝોન ચલાવવા માટે જે કોઈ વિભાગનાં અધિકારી અને કર્મચારી દ્વારા મંજુરી/NOC આપવામાં આવેલ હોય તેમની પરપકક કરી અગાઉ અન્ય કિસ્સાઓમાં તેઓએ ફરજ દરમ્યાન ભવ્યચાર કે ગેરકાયદેસરતા આચરેલ હોય તેની તટસ્થ તપાસ થાય અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. TRP ગેમ ઝોનમાં બનાવ અગાઉ એક IPS અવિકારીના જન્મદિવસની પાર્ટી કરવા ગયેલા તે સબંધેના ફોટોગ્રાફસ "trp_games-food- entertainment" INSTAGRAM પર શેર કરેલ છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કાર્પોરેશનના જે તે વખતનાં રાજકોટનાં કલેક્ટર અરૂણ મહેશ બાબુ, એસ.પી. બલરામ મીણા, મ્યુનિસિપાલિટી કમિશ્નર અમિત અરોરા, કી.સી.પી. ઝોન-1 પ્રવિણ મિશ્રા તથા ડી.આર.એમ. રાજકોટ રેલ્વે સહિતનાં અન્ય જવાબદાર અધિકારીઓ હાજર હતા અને તે પૈકી જે જે જવાબદાર અધિકારી હોય તેની આ ગુનાના કામે ધરપકડ થાય અને અન્ય અધિકારીઓને આ ગુનાના કામે સાહેદ તરીકે લેવામાં આવે અને તમામની ગેરકાયદેસરની સંપતિની CBI દ્વારા તપાસ થાય.

દોષિતોને ફાંસીની સજા: આવા સામુહિત હત્યાકાંડ વારંવાર બની રહ્યા છે જેથી ભારતિય ન્યાય સંહિતા-2023ની કલમ-105 તથા 106 અને જુના ભારતિય દંડ સંહિતા- 1860ની કલમ-304 તથા 304 - Aનાં ગુનાનાં કામે મૃત્યુ દંડ એટલે કે ફાંસીની સજા સુધીની જોગવાઈ કરવાનો સુધારો આ સંસદનાં ચોમાસુ સત્ર દરમ્યાન જ કરવામાં આવે અને તે હાલમાં કોઈપણ કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા તમામ કેસોમાં પણ લાગુ પડશે તે મુજબનો (c) સુધારો કરવામાં આવે. ગુજરાતમાં તક્ષશીલાકાંડ, હરણી ભોટકાંક, ઝુલતા પુલ કાંડ, લઠ્ઠા કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ કે TRP ગેમ ઝોન કાંડ જેવા બનાવો હવે પછી ન ભને તે માટે કડક કાયદો તાત્કાલિક બનાવી અમલમાં મુકવામાં આવે અને તેમાં દોષિતોને ફાંસીની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવે અને આ બનાવો જે જગ્યાએ બનેલ છે તે જગ્યા જો પ્રાઈવેટ માલિકીની જગ્યા હોય તો જમીન માલિકોને જે તે મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા અન્યત્ર જગ્યા ફાળવી બનાવવાળી જગ્યાઓએ મૃત્યુ પામેલ મૃતકોનાં સ્મારક બનાવવામાં આવે અને તે જાહેર જનતા માટે કિ ખુલ્લા મુકવામાં આવે.

પચાસ લાખ જેટલું વળતર આપવા આવે: તક્ષશીલાકાંડ, હરણી બોટકાંડ, ઝુલતા પુલ કાંડ, લા કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, કાંકરિયા રાઇટ્સ કાંડ કે TRP ગેમ ઝોન કાંડ જેવા બનાવોનું મુળ ભ્રષ્ટાચાર છે, જેથી આવા બનાવો પાછળ જે જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની અપ્રમાણસર મિલ્કતોની તપાસ CBI ના પ્રમાણીક ઓફિસરો કરે અને જવાબદારોને કડક સજા થાય તે સબંધે ઉપરોકત સુપ્રિમ કોર્ટનાં નિવૃત જસ્ટિસશ્રી સહિતનાંની કમિટીને તે સબંધેનો રીપોર્ટ તાત્કાલિક કરવામાં આવે. તેમજ નામદાર સુપ્રિમ કોર્ટનાં આવા બનાવોનાં સંદર્ભમાં આપેલ જજમેન્યે મુજબ સરકાર દ્વારા દરેક મૃતકોનાં પરિવારજનોને સહાય પેટે 50 લાખ અંકે રૂપિયા પચાસ લાખ જેટલું વળતર આપવા માટે હુકમો થયેલ છે જેથી આ બનાવમાં સંડોવાયેલ ભ્રષ્ટ અધિકારીઓની મિલ્કત જપ્ત કરી તે મિલ્કતમાંથી પણ આ સબંધે દરેક મૃતકોનાં પરિવારજનોને 50 લાખથી વધુ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વળતર ચુકવવાની માંગણી પીડિતો દ્વારા કરવામાં આવી હતી.

  1. ગોંડલના લુણીવાવ નજીક રેઢી પડેલી ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો - POLICE RECOVER foreign liquor
  2. ગોંડલ માર્કેટ યાર્ડનો વેપારી બન્યો છેતરપિંડીનો ભોગ, 18 લાખ રૂપિયા લઈ આરોપી ફરાર - GONDAL YARD TRADER COMMITTED FRAUD

ABOUT THE AUTHOR

...view details