રાજકોટ:TRP ગેમઝોનમાં બનેલ આગના બનાવ અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બનાવ અંગે રાજકોટ શહેરના સિનિયર પોલીસ અધિકારીઓના માર્ગદર્શનમાં સઘન તપાસ હાલ ચાલુ છે. 25 મે 2024ના રોજ રાજકોટ TRP ગેમઝોનમાં બનેલ આગના બનાવ અનુસંધાને રાજકોટ શહેર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નંબર 11208053240496/2024 I.P.C. કલમ-304, 308, 337, 338, 114, 36, 114 મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. આ ગુન્હાના કામની તપાસ દરમ્યાન નીચે જણાવેલ આરોપીઓને ગુન્હાના કામે ધોરણસર અટકાયત કરીને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મેળવીને બનાવ અનુસંધાને ઉંડાણપુર્વક પુછપરછ કરવામાં આવેલ છે.
ગુન્હાના કામે અટક કરેલ વ્યક્તિઓની વિગતો:-
- યુવરાજસિંહ હરીસિંહ સોલંકી જાતે ગુર્જર ક્ષત્રિય રાજપુત ઉ.વ. 30 ધંધો પ્રા.નોકરી (પાર્ટનર)
- નીતીનકુમાર મહાવીરપ્રસાદ લોઢા જૈન, જાતે વાણીયા, ઉ.વ.41, ધંધો પ્રા.નોકરી, (ગેમ ઝોનના
મેનેજર) - રાહુલ લલીત રાઠોડ જાતે લુહાર ઉ.વ.28 (પાર્ટનર)
- ધવલ ભરત ઠકકર, જાતે લોહાણા, ઉ.વ.36, ધંધો પ્રા.નોકરી તથા વેપાર (પાર્ટનર)
- કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, ઉ.વ.56, ધંધો ખેતી (પાર્ટનર/જમીન માલીક)
- મનસુખ ધનજી સાગઠીયા, ઉ.વ.55, ધંધો નોકરી (તત્કાલીન ટાઉન પ્લાનર ઓફીસર આર.એમ.સી.)
- ગૌતમ દેવશંકર જોષી ઉ.વ. 46 ધંધો નોકરી (તત્કાલીન આસી.ટાઉન પ્લાનર ઓફીસર વોર્ડ નં.10 આર.એમ.સી.)
- મુકેશ રામજી મકવાણા ઉ.વ 43 ધંધો નોકરી (તત્કાલીન આસી.ટાઉન પ્લાનર ઓફીસર વોર્ડ નં.10 આર.એમ.સી.)
- રોહીત આસમલ વિગોરા, એસ/સી ઉ.વ.29 ધંધો નોકરી (તત્કાલીન સ્ટેશન ફાયર ઓફીસર કાલાવડ રોડ ફાયર સ્ટેશન)
ગુન્હામાં ઝડપેલા વ્યક્તિઓનો રોલ:-
(1) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (2) નીતીનકુમાર મહાવીરપ્રસાદ લોઢા (3) રાહુલ લલીત રાઠોડ (4) ધવલ ભરત ઠકકર (5) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા વાળાઓ TRP ગેમઝોનના સંચાલકો છે. રાજકોટ નાનામવા રોડ સયાજી હોટલ પાછળ TRP ગેમઝોન નામથી એમ્યુઝમેન્ટ પાર્ક બનાવેલ, જે ધવલ કોપોરેશન તેમજ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની બન્ને પેઢી દ્વારા સંયુકત રીતે ચલાવવામાં આવતી હતી જેમાં વ્યક્તિઓ ભાગીદાર હોવાની સાથે તેનું મેનેજમેન્ટ અને સંચાલન કરતા હતા.
ફેબ્રિકેશન અને વેલ્ડીંગ કામ ચાલતું હતું
આ લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરીને ફાયર NOC નહી મેળવીને તેમજ ખર્ચો બચાવવા પુરતા પ્રમાણમાં અગ્નિશામક સાધનો નહી રાખી તેમજ ગ્રાહકોને આવવા-જવા માટે એક જ દરવાજાનો ઉપયોગ કરી તેમજ એકઝીટ અંગેના યોગ્ય બોર્ડ (સ્ટીકર તથા સાઇન) નહી લગાડી તેમજ લાઇટ જાય ત્યારે, ઓછુ અજવાળુ હોય ત્યારે, ધુમાડો હોય ત્યારે આસાનીથી દેખાય તેવા રેડીયમ કલરથી રસ્તો બતાવતા કોઇ માર્ક નહી લગાડી તેમજ આ ગેમઝોનમાં ગ્રાહકોને પ્રવેશ આપેલ ત્યારે ફેબ્રીકેશનનું તેમજ અન્ય કામ ચાલુ રાખી તે માટે વેલ્ડીંગ કામ ચાલુ રખાવી તેમજ વેલ્ડીંગ કામ થતું હતું.
ગેમ ઝોનમાં બેદરકારી દાખવામાં આવી
નીચે તુરંત સળગી ઉઠે તેવી પફ પેનલ શીટો રખાવી બેજવાબદારીપૂર્વકની પ્રવૃતિઓ કરી તેઓ જાણતા હોય કે, આ TRP ગેમઝોનમાં જો આગ લાગશે તો કસ્ટમર (ગ્રાહકો) ગેમઝોનથી સરળતાથી બધા માણસો બહાર નીકળી શકશે નહી. જેથી મોટા પ્રમાણમાં જાનહાની થવાનો સંભવ છે તેમ છતા પુરતી તકેદારી વગર ગેમઝોન ચલાવી બેદરકારી દાખવેલ છે.
નોટીસ આપવા છતા કાર્યવાહી હાથ નહોતી ધરાઇ
(6) મનસુખ ધનજી સાગઠીયા (7) ગૌતમ દેવશંકર જોષી (8) મુકેશ રામજી મકવાણા એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંટાઉન પ્લાનર ઓફીસર તથા આસી.ટાઉન પ્લાનર ઓફીસર તરીકે ફરજ બજાવતા હતા અને TRP ગેમઝોનનું ગેરકાયદેસર બાંધકામ હતું અને ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની નોટીસ આપવામાં આવી હતી. નોટીસ આપ્યા પછી પણ એક વર્ષ સુધી કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. જેથી 04 મે 2024ના રોજ બનાવવાળી જગ્યાનું બાંધકામ રેગ્યુલરાઇઝડ કરવાની અરજી કરેલ હોય બાંધકામ અન્વયે સુરક્ષાની દ્રષ્ટિએ કોઇ વિપરીત બાબત છે કે નથી. તે બાબતે કોઇ ચકાસણી કરેલ/કરાવેલ ન હોવાનું જણાઇ આવે છે.