TRP ગેમઝોનના અગ્નિકાંડને પગલે રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની 20થી વધુ શાળાઓ તેમજ 500થી વધુ મિલકતોને સીલ કરી (etv bharat gujarat) ગાંધીનગર:TRP ગેમઝોનના અગ્નિકાંડ મુદ્દે રાજકોટ ભાજપના નેતાઓ ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યા હતા. રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડિયા ચેરમેન જયમીન ઠાકર આ મુદ્દે વાત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. બી.યુ. પરમિશન અને NOC વાળી શાળાઓ ખોલવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આગેવાનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી છે.
રાજકોટમાં બી.યુ. પરમિશન અને ફાયર એનઓસી હોવા છતાં 20થી વધુ શાળાઓ સીલ, શાળા ખોલવા મુખ્યમંત્રીને રજૂઆત (etv bharat gujarat) 20થી વધુ શાળાઓ સીલ: તમને જણાવી દઈએ કે, રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની 20થી વધુ શાળાઓ સીલ કરી દેવામાં આવી છે. આ શાળાઓ પાસે બી.યુ. પરમિશન અને NOC પણ ઉપલબ્ધ છે છતાંય શાળાઓ સીલ કરી છે. બી.યુ. પરમિશન અને ફાયર NOC વાળી શાળાઓને તાત્કાલિક શરૂ કરવાની માંગ રાજકોટ મનપાના પદાધિકારીઓએ કરી છે. આ ઉપરાંત નિયમ વિરુદ્ધ જનાર શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે.
500થી વધુ મિલકતો સીલ: ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ આરએમસી દ્વારા 500થી વધુ મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. જેમાં ફાયર સેફ્ટી વિનાની શાળાઓ અને કોમર્શિયલ બિલ્ડિંગ સીલ કરવાને કારણે લોકો વિરોધ કરી રહ્યાની ચર્ચા થઈ રહી છે. રાજ્યના વહીવટી તંત્ર દ્વારા 500થી વધુ મિલકતો સીલ કરવામાં આવી હોઇ પદાધિકારીઓના ફોન ધણધણવા લાગ્યા છે. ફાયર NOC મુદ્દે કામગીરી હળવી કરવા પદાધિકારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યુ છે, જેને લઇને મુખ્યમંત્રી સાથે ચર્ચા થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રૂબરૂ રજૂઆત:રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા અગ્નિકાંડ બનાવ બાદ પરમિશન ધરાવતી શાળાઓ, કોલેજો અને હોસ્પિટલોને પણ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેના કારણે રાજકોટની અંદર 22 થી વધુ શાળા , કોલેજો અને હોસ્પિટલો બંધ કરવાનો વારો આવ્યો છે. જોકે આ બાબતે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકારના તંત્ર દ્વારા જરૂરી પરમિશન , ફાયર NOC તેમજ જરૂરી તમામ દસ્તાવેજો ઉપલબ્ધ હોવા છતાં તંત્રએ 22 થી વધુ શાળા કોલેજો અને હોસ્પિટલોને સીલ મારી દીધા છે. તે તાત્કાલિક ખોલવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
ભિક્ષુક યોજના હેઠળના આવાસો ઉપલબ્ધ:આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત 500થી વધુ મકાનો આજે બંધ છે. ત્યારે તેમાં વસતા પરિવારો માટે રાજકોટ મહાનગરપાલિકા પાસે કેન્દ્ર સરકારની ભિક્ષુક યોજના હેઠળના આવાસો ઉપલબ્ધ છે. તો તેમાં પણ 4 હજારથી વધુ પરિવારોને બે વર્ષ સુધી રહેવાની સુવિધા આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તત્પરતા દર્શાવવામાં આવી હતી. એટલું જ નહીં તાજેતરમાં જ બનેલા અગ્નિકાંડ બાબતે મહાનગરપાલિકાનું તંત્ર સજાગ છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનશે નહીં તેની સંપૂર્ણ તકેદારી રાખવાનું વચન તેમણે મીડિયા સમક્ષ આપ્યું હતું.
- ડ્રગ્સનો નશો યુવાનો સુધી ન પહોંચે માટે ગુજરાત પોલીસ લડી રહી છે ડ્રગ્સ સામેની લડાઈ - હર્ષ સંઘવી - Drug trafficking case
- ગિફ્ટ સિટીમાં આયોજિત વર્લ્ડ જૂનિયર ચેસ ચેમ્પિયનશિપમાં 46 દેશોના 230 ખેલાડીઓએ ભાગ લીધો - Gandhinagar News