સુરત :રાજકોટ જિલ્લા પોલીસ માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. સુરત જિલ્લાના નાના બોરસરા ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પેરોલ જંપ આરોપીને લઇને રાજકોટ જઈ રહેલી રાજકોટ જિલ્લા LCB ટીમને અકસ્માત નડ્યો હતો. જેમાં ગંભીર ઈજાઓના કારણે એક પોલીસકર્મીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને ભરૂચ જિલ્લાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સુરતમાં જીવલેણ અકસ્માત :મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના નાના બોરસરા ગામ પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા LCB ટીમ પેરોલ જમ્પ આરોપીને લઈને સુરતથી રાજકોટ જતી હતી. આ દરમિયાન નાના બોરસરા ગામ પાસે પાછળથી આવતા એક ટેમ્પોચાલકે પોલીસની કારને ટક્કર મારી હતી.
કારનો કચ્ચરઘાણ વળ્યો, રાજકોટ પોલીસના જવાનનું દુઃખદ મોત (ETV Bharat Gujarat) એક પોલીસકર્મીનું મોત :આ ટક્કરથી પોલીસની કાર સીધી આગળ જઈ રહેલા ટ્રકમાં અથડાઈ હતી. સર્જાયેલા આ અકસ્માતની આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર પોલીસ કર્મીઓ અને આરોપી દબાઈ ગયા હતા. જેમાં ગંભીર ઈજાઓના કારણે એક પોલીસકર્મીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
ચાર લોકો ઈજાગ્રસ્ત :બીજી તરફ અકસ્માતની આ ઘટનાને લઈને લોકો પણ ત્યાં એકઠા થઇ ગયા હતા. હાજર લોકોએ કારમાં સવાર તમામ લોકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે. ગમખ્વાર અકસ્માતમાં પોલીસકર્મીનું મોત થતા પોલીસ બેડામાં શોક પ્રસરી ગયો છે.
- કીમમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર : આરોપીઓને સાથે પોલીસ દ્વારા ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કર્યું
- કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રમાં રેલવેકર્મીઓ જ નીકળ્યા આરોપી, પોલીસ તપાસમાં ઘટોસ્ફોટ