રાજકોટ : પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે નંબર 27 માં ઉપલેટા નજીક આવેલા ડુમિયાણી ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ દ્વારા નવ જેટલા વ્યક્તિઓ સામે મારામારીની પોલીસ ફરિયાદ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હોવાનું સામે આવ્યું છે.
9 વ્યક્તિઓ સામે ફરિયાદ : આ ફરિયાદની અંદર જણાવાયું છે કે કંપનીના કોન્ટ્રાક્ટનું બિલ બાકી હોવાની બાબતે મારામારી કરવામાં આવી હોવાનું કારણ દર્શાવાયું છે જેમાં ગત તારીખ 2 માર્ચ 2024 રોજ થયેલી મારામારીના બનાવ અંગેની ઉપલેટા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે અને આ બનાવની અંદર નવ જેટલા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મારામારીની ફરિયાદ : આ અંગે ડુમિયાણી ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ અને ફરિયાદી અજયસિંહ અમરસિંહ ઠાકોર નામના વ્યક્તિએ ઉપલેટા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ 02 માર્ચ 2024 ના રોજ રાત્રિના સમયે તેમને ફોન કરી બોલાવવામાં આવેલ અને તેમની સાથે ગાળાગાળી કરી ઢીકા-પાટુનો માર મારવામાં આવેલો આ ઉપરાંત લાકડી તેમજ પાઇપ પડે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની બાબતે તેઓએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કોન્ટ્રાક્ટનું બિલ બાકી હોવાનો મામલો : ત્યારે હાલ આ અંગેની તપાસ ઉપલેટા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરેશ જાંબુકિયા ચલાવી રહ્યા છે કે ઉપલેટા નજીક આવેલ ડુમિયાણી ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડની મારામારીની ફરીયાદનું કારણ કંપનીના કોન્ટ્રાક્ટનું બિલ બાકી હોવાની બાબતે મારામારી થઈ હોવાનું ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. જેથી આ મામલાની અંદર ઉપલેટા પોલીસે મામરાજ ગુર્જર, જયસુખભાઈ, જગુભાઈ સુવા, રાજનભાઈ સુવા, યોગેશભાઈ સુવા, ભાવેશભાઈ સુવા, તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ સામે IPC કલમ 323, 506(2), 114 તેમજ GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- ડ્રિન્ક પાર્ટીમાં ખેડાના 3 પીઆઈનો મારામારી કરતો વીડિયો વાયરલ, ત્રણેય સસ્પેન્ડ
Jetpur Marketing Yard: જેતપુર યાર્ડમાં વેપારી પર બોલેરો જીપ ચડાવાઈ, અચોક્કસ મુદત માટે હરાજી બંધ કરાઈ