ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં બોગસ બિલિંગ કૌભાંડ: સરકારને 61 લાખનો ચૂનો લગાવ્યો, 15 પેઢી સામે ગુનો દાખલ

રાજકોટ ક્રાઈમ બ્રાંચે GST ચોરીનું કૌભાંડ ઝડપી પાડી 15 પેઢી સામે ગુનો દાખલ કરી કૌભાંડમાં સંડોવાયેલા પાંચ શખ્સોની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી
આરોપી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2024, 7:34 AM IST

રાજકોટ :હાલમાં જ રાજકોટ ક્રાઈમ બ્રાંચે GST ચોરીનું કૌભાંડ ઝડપી પાડી આ મામલે 15 પેઢી સામે ગુનો દાખલ કરી આ કૌભાંડમાં સંડોવાયેલા પાંચ શખ્સોની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. ભગવતીપરામાં પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલીને બનાવટી ભાડા કરાર કરીને આ પેઢીના સંચાલકે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ અલગ 15 પેઢી સાથે બોગસ બીલીંગ કરીને સરકારને રૂ. 61.38 લાખનો ચૂનો ચોપડી દીધો છે.

રાજકોટ બોગસ બિલિંગ કૌભાંડ :આ મામલે ક્રાઈમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે તપાસ કરી પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢીના સંચાલક સહિતના તમામ સામે કાર્યવાહી કરી છે. હજુ પણ તપાસમાં આ કૌભાંડમાં ગુજરાતભરની આવી અનેક બોગસ પેઢીના નામ બહાર આવી શકે છે. આ મામલે આર્થિક ગુના નિવારણ સેલના ઇન્ચાર્જ PI એસ. એમ. જાડેજા અને તેમની ટીમે તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં બોગસ બિલિંગ કૌભાંડ (ETV Bharat Gujarat)

સરકાર સાથે રૂ. 61.38 લાખની છેતરપિંડી :મળતી વિગતો મુજબ રાજકોટ GST વિભાગના અધિકારીએ કરેલી ફરિયાદના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ સેલ વિવિધ 15 પેઢી સામે ગુનો દાખલ કર્યો છે. રાજકોટના ભગવતીપરામાં બનાવટી ભાડાકરાર બનાવીને પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલી GST ઓફિસમાં બોગસ બીલીંગ રજૂ કરીને આ 15 પેઢી સાથે ખોટા આર્થિક વ્યવહારો બતાવી સરકાર સાથે રૂ. 61.38 લાખની છેતરપિંડી કરી હતી.

15 પેઢી સામે ગુનો દાખલ થયો :આ કેસમાં રાજકોટના ભગવતીપરા મેઈન રોડ ઉપર ભૂમિ પ્રસાદ કારખાના પાસે પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢીના સંચાલક ઉપરાંત SNK સ્કૂલ પાસે દર્શિત કોમ્પલેક્ષ ઓફિસ નં. 2 નંદી પાર્કમાં યશ ડેવલોપર્સ, કોટડાસાંગાણીના ઈકરા એન્ટરપ્રાઈઝ, જૂનાગઢ જાંજરડા રોડ ઉપર કાકા કોમ્પલેક્ષ પાસે સિવિલ પ્લસ એન્જિનિયરીંગ, પડવલામાં આવેલ ધનશ્રી મેટલ, અમદાવાદના ઘુમા રોડ ઉપર વિહાર રેસીડેન્સીમાં આવેલ ડી.એ. એન્ટરપ્રાઈઝ, વેરાવળમાં આવેલ એસોસીએટ સામે ગુનો દાખલ થયો છે.

આ ઉપરાંત સુરતના જ્યોતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ભાવનગરના અર્હમ સ્ટીલ, ગાંધીનગરના રિદ્ધિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રાજકોટના કોઠારિયા રોડ ઉપર બાલાજી ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ આશાપુરા ટ્રેડીંગ, મોરબી રતનપર સ્વાતિ પાર્કમાં આવેલ શિવ મિલન પ્લાસ્ટિક તથા ગ્લોબટ્રા ઇમ્પેક્સ, મહેસાણા કડી ખાતે આવેલ મા દુર્ગા સ્ટીલ અને શુભ-લાભ એસ્ટેટ તથા જૂનાગઢના જોષીપુરામાં આવેલ મારુતિનંદન ક્ધટ્રક્શન અને જામનગરના લખુભા નાનભા જાડેજા નામની પેઢીના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે.

  1. GST ચોરી કેસમાં સામેલ બે શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
  2. મહેશ લાંગાના આગોતરા જામીન મંજૂર, જાણો સમગ્ર મામલો

ABOUT THE AUTHOR

...view details