ગુજરાત

gujarat

ETV Bharat / state

જેતલસર જંકશન ટ્રેનના કોચમાંથી અજાણ્યા વ્યતિનો મળ્યો મૃતદેહ, પોલીસ લાગી તપાસમાં - UNIDENTIFIED BODY WAS FOUND

રાજકોટ જીલ્લામાં આવેલ જેતલસર જંકશન રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ટ્રેનના કોચમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
ટ્રેનના કોચમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2024, 8:04 PM IST

રાજકોટ:જેતપુર તાલુકાના જેતલસર જંકશન રેલવે સ્ટેશન પરથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ ટ્રેનના કોચમાંથી મળી આવ્યો હતો, જેમાં ટ્રેનના કોચમાંથી મળી આવેલ આ મૃતદેહનો કબજો પોલીસે મેળવી સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જેતલસર જંકશન પર આવેલી પોરબંદર રાજકોટ ટ્રેનના એક કોચમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ આ મૃતદેહને જેતલસર જંકશન રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં પેસેન્જર દ્વારા આ વ્યક્તિની જાણ રેલ્વે પોલીસને કરવામાં આવતા રેલ્વે પોલીસે આ મૃતદેહનો કબજો લઈ જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જેતલસર જંકશન ટ્રેનના કોચમાંથી અજાણ્યા વ્યતિનો મળ્યો મૃતદેહ (Etv Bharat Gujarat)

અહીં આ મૃતકના મૃતદેહના પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ઉપરાંત મૃતકની ઓળખાણ તેમજ તેમના પરિવારને સગા સંબંધીઓનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો યુવકના ખિસ્સામાંથી મળી આવેલ આધાર પુરાવાઓ મુજબ આ વ્યક્તિનું નામ પઠાણ સાજીદભાઈ તેમજ રાજકોટની હુસેની મસ્જિદ ભવાની ચોક પાસે રહેતો હોવાની માહિતી મળી છે. સમગ્ર મામલે પોલીસે સંબંધીત વિસ્તાર અને પોલીસ સ્ટેશન તેમજ તેમના સગા સંબંધીઓનો સંપર્ક કરી જેતપુર તેમજ જેતલસર જંકશન રેલવે પોલીસ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

  1. તહેવારને લઈને ભાવનગર કલેક્ટરનું હથિયારબંધીનું જાહેરનામું, લાઠી રાખવી પણ ગણાશે નિયમભંગ
  2. જામનગરમાં દિવાળી બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના કેસમાં ઉછાળો

ABOUT THE AUTHOR

...view details