કૃષિમંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવો માટે પત્રકાર પરિષદ યોજી (Etv Bharat gujarat) રાજકોટ: પ્રભારી અને રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે સર્કિટ હાઉસ ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતનાઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. અને 14 ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર થયા છે. જે માટે પત્રકારોને માહિતી આપી હતી અને TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે જે પણ દોષિત હશે તેને સજા થશે તેવું જણાવ્યું હતું. રાઘવજી પટેલે પત્રકારોને વિગતે માહિતી આપી હતી. જેમાં મગના ભાવમાં રૂ.803 નો વધારો થયો છે.
આ વર્ષે મગના ટેકાના ભાવમાં વધારો:તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે જે સિઝનની વાવણી થવાની હોય તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને આર્થિક નુકશાન ન જાય તેનું ખાસ ઘ્યાન રાખવામાં આવે છે. દેશમાં 14 ખરીફ પાકોના ટેકાના ભાવ સરકારે જાહેર કરી દીધા છે. હવે સરકાર ખરીદી માટેની વ્યવસ્થા કરશે. ખુલ્લા બજારમાં ભાવ નીચા હોય તો સરકાર ટેકાના ભાવ જાહેર કરી ખેડૂતોને આર્થિક નુકશાન પહોંચવા દેતી નથી. ત્યારે તેમણે વધુમાં ઉમેયું હતુ કે, ગત વર્ષે મગના ટેકાના ભાવ રૂ. 7,755 હતા. જેમાં રૂ. 803 નો વધારો કરીને રૂ. 8,558 કરવામા આવ્યો છે.
104 % વરસાદ પડશે:પત્રકારોને માહિતી આપતા રાઘવજી પટેલે જણાવ્યું કે, જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ અઠવાડિયામાં વરસાદ પડી જશે અને જો અઠવાડિયામાં વરસાદ પડે તો તે વાવણીલાયક વરસાદ ગણાશે. અલ નિનોની અસર પૂર્ણ થઈ ગઈ છે અને લા નીનોની અસર ચાલુ છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ 104% વરસાદ થવાનો છે.
TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે શું કહ્યું?: રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ભ્રષ્ટાચાર ન થવો જોઈએ તેવું આપ માનો છો? એવું પત્રકારોએ સવાલ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ છે કે, દેશમાં અને વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર ઓછો થાય. લોકોના કામો સાચા અને ઝડપથી થાય. ગુજરાતમાં પણ કોઈ આ પ્રકારનો બનાવ બન્યો હોય તો સરકાર તરત જ કાર્યવાહી કરે છે. જ્યારે અધિકારીઓની માફક પદાધિકારીઓ જવાબદાર હોય એવું આપને લાગે છે? ત્યારબાદ આવનારા સમયમાં સરકાર શું નિર્ણય લે છે તેમ જણાવતા પત્રકારોને વેઇટ એન્ડ વોચ કહ્યું હતું.
- ગાંધીનગરને સૌથી વિકસિત લોકસભા મતવિસ્તાર બનાવીશ : અમિત શાહ - Smart School
- ભાવનગરમાં રથયાત્રાની 1986થી 2024 સુધીની સફર: 3 નોટ 3 બેસ્ટ શૂટર એવોર્ડ મેળવનાર હરુભાઈના રથયાત્રામાં યોગદાન વિશે જાણો - The life story of Rath Yatra