સુરત:સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે સુરતથી બે લોકો ગેરકાયદેસર રીતે પ્રિએક્ટિવ સિમકાર્ડ દુબઈ ખાતે એક ચાઈનીઝ કંપનીને મોકલવાના છે. દુબઈ ખાતે આ સીમકાર્ડ મોકલનાર ટોળકીના એક સભ્ય હાલમાં જ સીમકાર્ડ મોકલવા માટે એરપોર્ટ ખાતે આવનાર છે તે અંગેની માહિતી મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની એકટીમે રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવી સીમકાર્ડ ડિલિવરી માટે આવનાર અજય સોચિત્રા તેમજ ડિલિવરી લેવા માટે આવનાર દુબઈના સહદ ફારૂક બાગુનાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ઓનલાઈન ગેમિંગથી ચીટિંગ માટે મંગાવાયા સીમકાર્ડ:બંને આરોપીઓ પાસેથી કુલ 192 એક્ટિવ સિમકાર્ડ મળી આવ્યા છે. જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અજય સોચિત્રાની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે દુબઈ ખાતે ઓનલાઇન ગેમ રમાતી ચાઈનીઝ કંપનીને તે ભારતીય સીમકાર્ડ ઓનલાઈન ગેમિંગ તેમજ ચિટિંગ કરવા માટે મોકલતા હતા. ભારતીય સીમકાર્ડ દુબઈ ખાતે રહેતા કોઈ દિનેશ નામના વ્યક્તિએ મંગાવ્યા હતા. જેથી પ્રી એક્ટિવ સીમકાર્ડ તેઓ સુરતથી મોકલવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા