ભાવનગર: નવલા નોરતાને પંદર દિવસ જેવો સમય બાકી છે ત્યારે ભાવનગરના કુંભાર પરિવારો દ્વારા માટીની ગરબીઓ બનાવવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દેશી માટીની ગરબીની માંગ ઘટી ગઈ છે જેથી આ પરિવારોને POPની ગરબી બહારથી આયાત કરીને પોતાની રોજીરોટી ચલાવવી પડે છે. વર્ષોથી કુંભારવાડાના કુંભાર ભાઈઓ આ ગરબીને મુદ્દે શું કહે છે? ચાલો જાણીએ.
ભાવનગરના કુંભારવાડામાં રાજાશાહીએ જમીન આપી કુંભારોને વસાવ્યા હતા (Etv Bharat Gujarat) આયાત કરીને લેવાય છે POPની ગરબી: માટીની વિવિધ વસ્તુઓ બનાવતા કુંભારોને પણ સમય અને લોકોની માંગને પગલે વસ્તુઓ બહારથી લાવીને વેચાણ કરવાનો વારો આવ્યો છે, ત્યારે નરેશભાઈ ધંધુકીયા આ મુદ્દે જણાવે છે કે, "અહીંની પણ થોડીક છે અને બહારથી પણ અમે લાવીએ છીએ. થાન, ચોટીલા તરફથી ત્યાંથી સાદી ગરબી લાવીએ છીએ અને અહીંયા ઓઇલ પેઈન્ટ અને ટીકીઓ વગેરે લગાવીને સુશોભિત કરીએ છીએ. જેવી અલગ અલગ કલરની માંગણી હોય તેવો કલર કરીને તૈયાર કરીએ છીએ. અમે આ વર્ષે 2000 જેટલી ગરબી લાવ્યા છીએ અને અવનવી જાતની નવી ગરબીઓ બનાવી છે. ગત વર્ષે 50 થી માંડીને 151 સુધીનો ભાવ હતો. આ વખતે 5થી 10 રૂપિયાનો વધારો થશે પણ એનાથી વધારે નહીં થાય."
એક સમયે ટુટો પડતો હોય તેવી ગરબીનું મહત્વ ઘટ્યું (Etv Bharat Gujarat) દેશી ગરબીનું પ્રમાણ કેટલું ઘટ્યું: દેશી ગરબી કાચી માટીમાંથી બનાવવામાં આવતી હતી. આજે તેની બનાવટનું પ્રમાણ ઘટ્યું છે ત્યારે પ્રજાપતિ વિજયભાઈ રઘુભાઈ વોરાએ જણાવ્યું હતું કે, "ગરબીમાં તો પરિસ્થિતિ એવી છે કે જે કુદરતી માટીની ઓરીજનલ વસ્તુઓ ભાવનગર કુંભારવાડાની અંદર અમે 20 થી 25 જણા જ બનાવીએ છીએ. આ ગરબીઓ નેચરલ છે માત્ર માટીની, અને બીજી પીઓપીની બધી આવતી હોય છે. બહારથી લાવવામાં આવેલી આ પીઓપીની ગરબીઓ આપણે કોઈ દરિયામાં કે તુલસીના ક્યારામાં પધરાવીએ તો એ ઓગળતી નથી. જ્યારે અમારી તો દેશી માટીની બનેલી છે જેથી કરીને માટીની અંદર ભળી જાય છે." વધુમાં જણાવતાં વિજયભાઈએ કહ્યું કે, "અમારી તો ભાવના એવી છે કે, માણસોને ખરેખર કાચી માટીની ગરબીથી આપણે આદ્ય શક્તિ માની પૂજા કરીએ અને તેની પધરામણી કરીએ જેથી તે ઓગળી જાય. આમ આપણે નવરાત્રીના કાર્ય માટે નેચરલ વસ્તુનો જ ઉપયોગ કરવો જોઈએ."
એક સમયે ટુટો પડતો હોય તેવી ગરબીનું મહત્વ ઘટ્યું (Etv Bharat Gujarat) દાયકા પહેલાની સ્થિતિ અને આજની સ્થિતિ:માટલાં તેમજ ગરબી બનાવતા કુંભારવાડામાં 20 થી 25 કુંભાર ભાઈઓના પરિવારો વસે છે, ત્યારે વિજયભાઈ વરાયએ વધુમાં જણાવ્યું હતું કે, "કુંભારવાડામાં એક દાયકા પહેલા 20 થી 25 પરિવારો ગરબીઓ બનાવતા હતા. જેમાં એક ઘર દીઠ 20,000 જેટલી ગરબીઓ બનતી હતી, એટલે કે 20 થી 25 ઘરોની ચાર લાખ જેટલી ગરબીઓ બનતી. આમ છતાં પણ ઘટ જોવા મળતી હતી. પરંતુ આજે 20 થી 25 ઘરો વચ્ચે માત્ર 20,000 જેટલી અથવા તો એનાથી ઓછી કાચી માટીની ગરીબીઓ બને છે, તેની પાછળનું કારણ આ પીઓપીની આવેલી ગરબી કારણભૂત છે.
એક સમયે ટુટો પડતો હોય તેવી ગરબીનું મહત્વ ઘટ્યું (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- વિશ્વ બામ્બુ દિવસ નિમિત્તે નવસારીમાં બામ્બુ વર્કશોપનું આયોજન, આદિવાસી પ્રજાને અપાઈ ટ્રેનિંગ - World Bamboo Day 2024
- બોલો લ્યો ! એક્સપાયર થયેલા DNS બાટલા દર્દીને ચડાવ્યા, વરતેજ CHC ની ગંભીર બેદરકારી - Expired DNS bottle