ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના 2 તાલુકા તળાજા અને મહુવામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ - GROUNDNUT BOUGHT AT SUPPORT PRICE

ભાવનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો. ઇન્ડિયાગ્રો કંપની દ્વારા સરકારના કોન્ટ્રાકટ પર ખરીદી કરી રહી છે. ત્યારે ભાવનગર યાર્ડે જગ્યાની ફાળવવાની ના પાડી છે.

ભાવનગરના 2 તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ
ભાવનગરના 2 તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2024, 8:19 AM IST

ભાવનગર: જિલ્લામાં સરકારે મગફળીની ટેકાની ખરીદી કરવા માટે ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપી દીધો છે. ત્યારે 11 નવેમ્બરના બદલે 14 નવેમ્બરે ટેકાની ખરીદીનો પ્રારંભ જિલ્લાના 2 તાલુકામાં થયો હતો, જ્યારે ભાવનગર યાર્ડે ટેકાની ખરીદી કરવા માટે જમીન ફાળવવાનો નનૈયો કરી દીધો છે, ત્યારે ટેકાની ખરીદી કેટલી અને શા માટે ભાવનગર ના પાડી ચાલો જાણીએ.

ટેકાના ભાવે ખરીદીનું શું માળખું છે:ગુજરાત સરકારે ભાવનગર જિલ્લામાં ઇન્ડિયાગ્રો કંપની લિમિટેડને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. ત્યારે જિલ્લામાં ટેકાના ભાવની ખરીદીને લઈને ખેતીવાડી ઇન્ચાર્જ મોહમ્મદ રિઝવાને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તા 3 ઓક્ટોબર થી 10 ડિસેમ્બર 2024 સુધી રજિસ્ટ્રેશન શરુ છે. જેમાં 7500 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું છે અને હાલમાં તળાજા અને મહુવા યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

ભાવનગરના 2 તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ (Etv Bharat gujarat)

મગફળી ખરીદી માટે શું છે મર્યાદાઓ: ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ જિલ્લામાં તળાજા અને મહુવામાં ટેકાના ભાવે ખરીદી ઇન્ડિયાગ્રો કન્સોટિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં ગારીયાધાર અને પાલીતાણામાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. મગફળી 6783 ક્વિન્ટલ ખરીદી કરવી જેનો ટેકાનો ભાવ 1356 રહેશે. ખરીદ મર્યાદા 71 બેગની એક દિવસની ખેડૂત પાસેથી રહેશે. જેમાં 2500 કિલોગ્રામ અને મહત્તમ 4000 કિલોગ્રામ ખરીદી થઈ શકશે.

ભાવનગરના 2 તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ (Etv Bharat gujarat)

ખરીદી શરૂ થતા કેટલા ખેડૂત આવ્યા?: ભાવનગરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. ત્યારે જે કંપની ખરીદી કરી રહી છે. તેના સંચાલક વિજયભાઈ સાથે ટેલિફોનિક વાતચીત થતા તેમણે જણાવ્યું હતું કે, અમે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ 11 નવેમ્બરના રોજ કર્યો હતો. પરંતુ ટેકનિકલ ખામીના કારણે ખેડૂતોને બોલાવ્યા નહોતા. હાલમાં તળાજા અને મહુવામાંથી 5 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે, હવે આગામી દિવસોમાં ખરીદીને લઈને કાર્યવાહી આગળ વધશે, જો કે થોડા દિવસમાં ગારીયાધાર અને પાલીતાણામાં પણ ખરીદીનો પ્રારંભ કરીશું.

ભાવનગરના 2 તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, ભાવનગર યાર્ડે જગ્યા ન ફાળવી (Etv Bharat gujarat)

ભાવનગર યાર્ડએ જમીન કેમ ફાળવી નહી:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ટેકાની ખરીદી કરવા માટે ઇન્ડિયાગ્રો કન્સોટિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી જણાવ્યું હતું કે, અમારી પાસે ઇન્ડિયાગ્રો કન્સોટિયમ લિમિટેડ કંપનીએ જમીનની માગણી કરી હતી. પરંતુ અમારા યાર્ડમાં હાલમાં મગફળીની ખૂબ આવક છે અને ડુંગળીની આવક પણ શરૂ થઈ ગઈ છે. આથી અમારે ડુંગળીની આવક શરૂ થતા સબ યાર્ડ રાખવાની જરૂરિયાત પડતી હોય, જેથી હાલ જમીન ફાળવી શકાય તેમ ન હોવાથી મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે, દિવસે ડુંગળીની આવક વધવાને કારણે ભાવનગર યાર્ડને પણ સબ યાર્ડ ઊભું કરવું પડે છે. જ્યારે મગફળી ટેકાના ભાવે ખરીદી કરનાર કંપની આગામી બીજા મહિના સુધી ખરીદી કરવાની હોવાથી મનાઈ ફરમાવાની જરૂર પડી છે.

આ પણ વાંચો:

  1. ચણાના ભાવે કપાસના ભાવને આપી ટક્કર! સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાના ભાવમાં ઉછાળો
  2. ખેડૂતો માટે ખુશખબરી... હિંમતનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે MSP આધારિત મગફળી ખરીદીની શરૂઆત કરી

ABOUT THE AUTHOR

...view details