ગુજરાત

gujarat

ETV Bharat / state

Teacher raped minor student: શિક્ષકે શિક્ષણ જગતને કર્યુ કલંકીત, દિકરીની ઉંમરની વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ - Teacher raped minor student

શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આણંદ જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં એક શિક્ષકે પોતાની દિકરીની ઉંમરની સગીરાને વાસનો શિકાર બનાવ્યો છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Teacher raped minor student
Teacher raped minor student

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 10:22 PM IST

શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો

આણંદ:આંકલાવ તાલુકાની માધ્યમિક શાળાના પી.ટી શિક્ષકે સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે. સગીર વિદ્યાર્થિનીને રમત-ગમતમાં આગળ વધવાની લાલચ આપી 17 વર્ષીય વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી

હતી, મૂળ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના એક ગામની શાળામાં પીટી શિક્ષક તરીકે કાર્યરત 42 વર્ષીય વિધુર શિક્ષક જયેન્દ્ર રાજની કાળી કરતૂત સામે આવતા ગ્રામજનો તેના પર ફિટકાર વરસાવી રહ્યાં છે.

સગીર વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપીને આરોપી શિક્ષક તેને ઘરેથી ભગાડી ગયો હતો અને ડાકોર પાસે પીલોદ ગામે 13 દિવસ સુધી તેને ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જોકે, 13 દિવસ બાદ સગીર યુવતી ઘરે પરત ફરતા પરિવારજનોએ તેની કડક પુછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. અને પરિવારે આંકલાવ પોલીસ મથકે શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આરોપી શિક્ષક જયેન્દ્ર રાજની અટકાયત કરી હતી.

શિક્ષકની કાળી કરતૂત:પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી શિક્ષકે સગીર વિદ્યાર્થિનીને રમત-ગમતમાં આગળ વધવાની લાલચ આપી હતી અને તેને પ્રેમજાળમાં ફસાવી તેને વાસનોનો શિકાર બનાવી હતી. ગત 1 માર્ચના રોજ પીડિત વિદ્યાર્થિના પરિવારને પોતાની દિકરી ગાયબ થઈ જતાં આંકલાવ પોલીસ મથકે દીકરી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે 4 માર્ચના રોજ પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરને કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં પોલીસે તપાસ સરૂ કરી હતી.

જોકે, 10 દિવસ બાદ સગીર યુવતી એકાએક ઘેરે પરત ફરતા પરિવારજનો તેની કડક પુછપરછ કરતા શિક્ષકની કાળી કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલો આંકલાવ પોલીસ મથકે પહોંચતા પોલીસે પોક્સો એક્ટની વિવિધ કલમો અતંર્ગત ગુનો નોંધીને આરોપી જયેન્દ્ર રાજની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Surat Crime : સુરતમાં યુવતીએ લગ્નની ના પાડતા પ્રેમીએ યુવતી ઉપર હુમલો કર્યો, યુવકની ધરપકડ કરતી જહાંગીરપુરા પોલીસ
  2. Namo Drone Didi Scheme : દેવપર ગામની મહિલા ખેડૂત બની કચ્છની પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ

ABOUT THE AUTHOR

...view details