ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજપૂત સમાજ સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ કહ્યું, ' આ કૃત્ય યુવાનોને આક્રોશિત કરી રહ્યું છે ' - Protest Rupala - PROTEST RUPALA

જામનગર અને રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પુરુષોત્તમ રુપાલાનો વિરોધ દર્શાવી રહી હતી ત્યારે પોલીસે અશોભનીય વર્તન કર્યું હતું. જેને લઈને રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પોલીસ, ભાજપ અને સરકાર સામે અનેક સવાલો ઉભા કર્યા હતા.

રાજપૂત સમાજ સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ કહ્યું, ' આ કૃત્ય યુવાનોને આક્રોશિત કરી રહ્યું છે '
રાજપૂત સમાજ સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ કહ્યું, ' આ કૃત્ય યુવાનોને આક્રોશિત કરી રહ્યું છે '

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 2:21 PM IST

રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા

અમદાવાદ: રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રુપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ આક્રોશ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે કે, પુરુષોત્તમ રુપાલાની ટિકિટ કાપવામાં આવે, પરંતુ ભાજપ દ્વારા કોઈ એક્શન લેવામાં ન આવતા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. જામનગર અને રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે પોલીસે અશોભનીય વર્તન કર્યું હતું. જેને લઈને રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પોલીસ, ભાજપ અને સરકાર સામે અનેક સવાલો ઉભા કર્યા હતા

પોલીસની ઝપાઝપી : મામલાને લઇ જણાવી દઈએ કે, ગઈકાલે જામનગર અને રાજકોટમાં પુરુષોત્તમ રુપાલા સામેના દેખાવો દરમિયાન ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે પોલીસની ઝપાઝપી થઈ હતી. જેને લઈને આ રોષમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. કરણસિંહ ચાવડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ જણાવ્યું હતું.

આ છે આક્ષેપ :મનગર અને રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે પોલીસે અશોભનીય વર્તન કર્યું હતું. ગઈ કાલે રાજકોટમાં ભાજપની સભા દરમિયાન હાજર અમારા સમાજની મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. જેના કારણે કેટલીક મહિલાઓનું બ્લડપ્રેશર પણ ઘટી ગયું હતું.

ઠેર ઠેર કમલમ ખાતે ક્ષત્રિય સમાજ આવેદનપત્ર પાઠવશે. ક્યાંય પણ અવ્યસ્વથા ના થાય તેના માટે તકેદારી રાખી રહ્યા છીએ. ખોટી રીતે પોલીસ અને સરકાર હેરાન ન કરે યુવાનો ભારે રોષ છે.શરમનો એક છાંટો હોય તો સામેથી ટિકિટ રદ કરો. પુરુષોત્તમ રુપાલાને ટિકિટ રદ કરવા સિવાય કોઈ સમાધાન નહીં થાય....કરણસિંહ ચાવડા (પ્રવક્તા, રાજપૂત સમાજ સંકલન સમિતિ )

  1. લોકસભા ચૂંટણી ટાણે સામાજિક ઉથલપાથલ વચ્ચે ગુજરાતના રાજકારણની સ્થિતિ : જે અન્ય સમાજને સાધશે, તે જ બાજી મારશે - Lok Sabha Election 2024
  2. રૂપાલાનો વિરોધ કરવા જતી ક્ષત્રાણીઓની અટકાયત, રૂપાલાએ કહ્યું - વાતાવરણ ડહોળાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. - Protest Agaist parshottam Rupala

ABOUT THE AUTHOR

...view details