ગુજરાત

gujarat

ETV Bharat / state

કોલકાતામાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ મામલે સુરત ખાતે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન - KOLKATA DOCTOR RAPE CASE

કોલકાત્તા રેસિડેન્સ ડોક્ટર રેપ અને મર્ડરનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે. તબીબો અને લોકો દ્વારા આરોપીઓને જલ્દીથી સજા થાય એવી માંગ કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ABVP દ્વારા આરોપીઓને સજા થાય એવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. KOLKATA DOCTOR RAPE CASE

કોલકાતામાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ મામલે સુરત ખાતે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન
કોલકાતામાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ મામલે સુરત ખાતે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 6:00 PM IST

કોલકાતામાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ મામલે સુરત ખાતે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન (Etv Bharat Gujarat)

સુરત: કોલકાતામાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. જેને લઇને સમગ્ર દેશમાં ઠેર ઠેર ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માગ કરી રહ્યા છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં સુરતમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સુરતમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન:કોલકત્તામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં સુરતમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ABVP દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલી ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડયા છે.

કોલકાત્તા તબીબ રેપ કેસમાં જલ્દી ન્યાયની માંગ: ગુજરાતમાં તબીબો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જે બાદ ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટીના ગેટ બહાર બેનરો અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પીડિતાને જલદી ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

ઘટનાના વિરોધમાં ABVP દ્વારા પ્રદર્શન: ABVPના જયદીપ ઝીઝાળાએ જણાવ્યું હતું કે, કોલકત્તામાં જે મહિલા તબીબ સાથે ઘટના બની છે. તે ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ન્યાયની માંગ અને આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને અને એક દાખલો બેસાડવામાં આવે. તેવા હેતુથી સમગ્ર ભારત અને રાજ્યભરમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન અને ન્યાયની માંગ ચાલી રહી છે.

ગુનેહગારોને ફાંસી મળે તેવી માંગણી: વિદ્યાર્થીની પટેલ અંજલીએ જણાવ્યું કે, કલકત્તામાં જે ઘટના બની છે. તેને લઈને ABVP સાથે મળીને પીડિતાના પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને ગુનેહગારોને ફાંસીની સજા મળે તેવી માંગ સાથે વિરોધ કર્યો છે.

  1. કોલકત્તામાં મહિલા ડોક્ટર રેપના વિરોધમાં શારદાબેન હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન - Blood camp organized by doctors
  2. ચાર્જ સંભાળતા પહેલા બનાસકાંઠાના નવીન કલેકટરે નીબાવી વર્ષો જૂની પરંપરા... - Banaskantha news

ABOUT THE AUTHOR

...view details