ગાંધીનગર: રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટરનું પ્રમોશન આપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં ફરજ બજાવતા 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. આજે પોલીસ વડાની ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ બેડામાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે.
રાજ્યમાં એકસાથે 233 પીએસઆઇને પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું PSIને PI તરીકે પ્રમોશન - Promotion of PSI as PI
રાજ્યમાં ગઈકાલે આઈએએસ અને આઇપીએસની બદલી બાદ આજે સરકારે પોલીસ બેડામાં ધરખમ ફેરફારો કર્યા છે. સરકારે એક સાથે 233 પીએસઆઇને પ્રમોશન આપ્યું છે. 233 પીએસઆઇને પીઆઇ તરીકે બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. ડીજી ઓફિસે બઢતીના આદેશ કર્યા છે.
Published : Aug 1, 2024, 10:42 PM IST
આદેશમાં લખવામાં આવ્યું છે કે, રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ ૩ ના ઓને પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-૨ માં હંગામી ધોરણે બઢતી આપવા હુકમ કરવામાં આવે છે. પીએસઆઇ અશોકકુમાર સોમાલાલ પટેલની સામેના ભુજ એસીબી પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર 8/07 માં નિર્દોષ છોડી મૂકતા ચુકાદા સામે સરકાર પક્ષ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી સીઆરએમએ ના 17277/16 માં અને ક્રમ 14 ના ઉપરના મુકેશકુમાર કાંતિલાલ પરમાર સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 2/13ના કેસમાં નિર્દોષ છોડી મૂકવાના ચુકાદા સામે સરકાર પક્ષે દાખલ થયેલી અપીલ નંબર 521 / 19 માં આવનાર પરિણામને બંધન કરતા રહેવાની શરતે પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-2 માં મળતી આપવામાં આવી છે.