દ્વારકા:ઓખા અને બેટ-દ્વારકા ટાપુને જોડતો સિગ્નેચર બ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 978.93 ખર્ચે બનેલા બ્રિજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ બનતાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા જે અવરજવર થાય છે તેની બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે.
Okha-Beyt Dwarka Signature Bridge: ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું PM મોદી કરશે લોકાર્પણ
વડાપ્રધાન મોદી આજે ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. 900 કરોડથી વધુના ખર્ચે બનેલા આ સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓ જાણો
Published : Feb 19, 2024, 5:57 PM IST
|Updated : Feb 25, 2024, 6:29 AM IST
સિગ્નેચર બ્રિજની વિશેષતાઓ:ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે ફેરીબોટની મદદથી જવું પડે છે. ઓખાથી બેટદ્વારકાને જોડતો સિગ્નેચર બ્રીજ એન્જીનિયરીંગ અજાયબીથી ઓછો નથી.
- ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે.
- ઓખા અને બેટ દ્વારકા બંને બાજુ થઈ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવશે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે.
- બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે. જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન છે. બોટમાં મુસાફરી માટે અંદાજિત 30થી 40 મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘણો જ ઓછો સમય લાગશે.
- રાહદારીઓ માટે વ્યુઈંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. તે જગ્યા પરથી પ્રવાસીઓ બેટદ્વારકા અને દરિયાના સુંદર દર્શનનો લ્હાવો લઈ શકશે. બ્રિજના માથે વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટરથી પણ પસાર થઈ શકશે.
- ઉપરાંત બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જે બ્રિજની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે. આમ, આ સિગ્નેચર બ્રિજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
- રાહદારીઓ માટે યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ રાખવામાં આવી છે. જે ઘણું જ આકર્ષણ કેન્દ્ર વધારશે. જેથી યાત્રિકો અને પર્યટનમાં વિકાસ થશે.
- આ ઉપરાતં સિગ્નેચર બ્રિજમાં કેટલીક ખાસ સુવિધાઓ પણ યાત્રિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. બ્રિજ પહેલા વાહન પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવવામાં આવશે. આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે. જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવશે.
- ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલથી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. જેનો ઉપયોગ બ્રીજ પર લાઇટિંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે.
દ્વારકાધીશના દર્શન થશે સરળ:આ બ્રિજથી બેટ-દ્વારકામાં આવેલ દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરીબોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે. તેમજ બેટ-દ્વારકાના લોકોને જીવન જરૂરી સગવડો સરળતાથી મળી રહેશે. સ્થાનિકો આ બ્રિજને લઈને ખુશ છે. જે લોકો દ્વારકાધીશના દર્શન નહોતા કરી શકતા તે હવે સરળતાથી દર્શન કરી શકશે. સાથે જ આ બ્રિજના નિર્માણથી અહીં ઝડપી વિકાસ થશે. આ બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી પૂરી સંભાવનો છે.