અમરેલી:અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઠીના દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ સવજી ધોળકિયા તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ ભારત માતા સરોવરના ઉદ્ઘાટન કર્યા બાદ લાઠી શહેર ખાતે જંગી જાહેર સભાને સંબોધન કર્યું હતું.
PM મોદીએ ભારત માતા સરોવરનું ઉદ્ધાટન કર્યું: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત માતા સરોવરનું ઉદ્ધાટન કર્યા પછી જાહેરસભાને સંબોધન કરવા લાઠી ખાતે પહોંચ્યા હતા. લાઠી ખાતે ધારાસભ્ય સાંસદ તેમજ મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. અમરેલી જિલ્લાના ધારાસભ્યો અને સાંસદ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં આવ્યા.