નવી દિલ્હી: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એટલે કે આજરોજ નવરાત્રિના પ્રથમ દિવસે સાથી ભારતીય ભાઈ બહેનોને નવરાત્રિની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર શુભકામનાઓ પાઠવતા લખ્યું કે, "હું મારા તમામ દેશવાસીઓને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. શક્તિ વંદનાને સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે શુભ સાબિત થાય. જય માતા દી!"
પીએમ મોદીની દેશવાસીઓને શુભકામનાઓ:વધુમાં પીએમ મોદી લખ્યું હતું કે, "નવરાત્રિના પ્રથમ દિવસે, હું મા શૈલપુત્રીને હાથ જોડીને પ્રાર્થના કરું છું! તેમની કૃપાથી દરેકને આશીર્વાદ મળે. દેવીની આ પ્રાર્થના તમારા બધા માટે છે."
ગૃહ મંત્રી અમિત શાહની દેશવાસીઓને શુભકામનાઓ:ગૃહ મંત્રી અમિત શાહે પણ શુભ અવસર પર વિશ્વ માટે "કલ્યાણ, સુખ અને શાંતિ" માટે પ્રાર્થના કરીને સાથી ભારતીયોને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર શુભકામનાઓ પાઠવતા લખ્યું કે, "નવરાત્રિના પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. નવરાત્રિ શક્તિની ઉપાસના, આધ્યાત્મિક ઊર્જાના સંચય અને બ્રહ્માંડની માતા મા અંબેના નવ સ્વરૂપોની ઉપાસનાનો મહાન તહેવાર છે. હું મા દુર્ગાને સમગ્ર વિશ્વની સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું."
યુપી સીએમ યોગી આદિત્યનાથની દેશવાસીઓને શુભકામનાઓ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ X પર એક પોસ્ટમાં સાથી દેશવાસીઓ માટે "સુખ, શાંતિ અને સમૃદ્ધિ"ની આશા વ્યક્ત કરીને લોકોને નવરાત્રિની તેમની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, "રાજ્યના તમામ ભક્તો અને રહેવાસીઓને આદિ શક્તિ મા દુર્ગાની ઉપાસનાના પવિત્ર તહેવાર 'શારદીય નવરાત્રિ' નિમિત્તે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ! મારી પ્રાર્થના છે કે મા ભગવતી દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની આશીર્વાદ આપે."