સુરત:ઓલપાડમાં શ્વાનના ત્રાસથી સોસાયટીના પ્રમુખે ઝેરી દવા પીવડાવી ત્રણ શ્વાનને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે અંગે જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવા સંસ્થાનાં કાર્યકર દ્વારા ઓલપાડ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પીએમ રિપોર્ટમાં ઝેરી દવા આપ્યાનો ઉલ્લેખ:ઓલપાડના કરમલા ગામમાં સુંદરમવીલા રોહાઉસનાં બગીચામાં બે કૂતરાનાં બચ્ચા તથા એક ઘર નંબર સી-6ની આગળ સોસાયટીમાં રહેતા કૂતરાનાં બચ્ચા મરણની હાલતમાં પડેલા હોવાની માહિતી સોસાયટીમાં રહેતા દિપાંસુ શર્માએ આપતા અંકીતભાઈ અને તેમની ટીમ સુંદરમવીલા સોસાયટીમાં પહોંચ્યા હતા. ત્યાં મૃત હાલતમાં પડેલા કૂતરાનાં બચ્ચાઓને જોયા હતા. તેને કોઈ ઝેરી પદાર્થ આપી મારી નાંખ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી ત્રણે શ્વાનના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ઓલપાડ પશુ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પીએમ રીપોર્ટમાં કૂતરાને ઝેર આપ્યાનું સામે આવ્યું હતું.