અમદાવાદ:શહેરના આંગણે હાલ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ચાલી રહ્યો છે. ફ્લાવર શો દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Records) માં પણ સતત બીજા વર્ષે નામ નોંધાવીને શહેર સહિત સમગ્ર દેશનું નામ ઊંચું કર્યું છે. ત્યારે આ ફ્લાવર શોમાં જો આપ પોતાનું પ્રી-વેડિંગ શૂટ કરાવા માંગો છો તો તેના માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. પરંતુ પ્રી-વેડિંગ શૂટ કરવા માટે તમારે શું કરવાનું રહેશે ચાલો જાણીએ.
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની તારીખ લંબાવવામાં આવી: ગત ત્રણ જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં સાબરમતીના કાંઠે રીવર ફ્રન્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શો (Ahmedabad International Flower Show) જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. વિશ્વભરનું આકર્ષણ આ ફ્લાવર શોમાં જોવા મળી રહ્યું છે. લાખોની સંખ્યામાં લોકો દ્વારા ફ્લાવર શોની મુલાકાત લેવામાં આવી રહી છે. પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે ફ્લાવર શોને આગામી 22 જાન્યુઆરી સુધી રાખવામાં આવશે, પરંતુ લોકોની માંગને ધ્યાન રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શોની તારીખ લંબાવવામાં આવી છે.
બુકિંગ શનિવારથી એટલે કે 11 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે (Etv Bharat Gujarat) પ્રિ -વેડિંગ શૂટ માટે પણ લીલી ઝંડી અપાઇ:પહેલા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 22 જાન્યુઆરીના રોજ સમાપ્ત થવાનો હતો, જેને લંબાવીને હવે 24 જાન્યુઆરીના રોજ સમાપન રાખવામાં આવ્યું છે. આ સાથે 14 જાન્યુઆરી પછી જ્યારે કમૂર્તા પૂર્ણ થાય છે અને લગ્નગાળાની ફરી શરૂઆત થાય છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-વેડિંગ શૂટ માટે પણ લીલી ઝંડી આપવામાં આવી છે.
પ્રી-વેડિંગ શૂટ માટે જે તે લોકોએ રૂપિયા 25,000 ભરવાના રહેશે (Etv Bharat Gujarat) શનિવાર, 11 જાન્યુઆરીથી બુકિંગ શરૂ થશે:તારીખ 23 અને 24 જાન્યુઆરીના જે બે દિવસો વધારવામાં આવ્યા છે તે દિવસો દરમિયાન લોકો ફ્લાવર શોમાં સવારે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી એક કલાક પ્રી-વેડિંગ શૂટ કરી શકશે, જેનું બુકિંગ શનિવારથી એટલે કે 11 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાનું સંપર્ક કરીને પ્રી-વેડિંગ શૂટ કરવા ઇચ્છતા લોકો બુકિંગ કરાવી શકે છે.
ફિલ્મના શૂટિંગ માટે રૂપિયા 1,00,000 ચૂકવવા પડશે (Etv Bharat Gujarat) અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં પ્રી-વેડીંગ શૂટ (Etv Bharat Gujarat) પ્રીવેડિંગ શૂટ માટે ₹25,000 ચૂકવવા પડશે:આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કેટલાક લોકો પ્રિ-વેડિંગ શૂટ માટે પૂછતા હતા, તો કેટલાક ફિલ્મોના શૂટિંગ માટે પણ પૂછતા હતા, આ બાબતે વિચાર કર્યા બાદ ફ્લાવર શો બે દિવસ લંબાવીને પ્રી-વેડિંગ શૂટ અને ફિલ્મના શૂટિંગ માટે પરવાનગી આપવામાં આવી છે. જેમાં પ્રી-વેડિંગ શૂટ માટે જે તે લોકોએ રૂપિયા 25,000 (પચીસ હજાર) અને ફિલ્મના શૂટિંગ માટે રૂપિયા 1,00,000 (એક લાખ) ચૂકવવા પડશે.
બુકિંગ શનિવારથી એટલે કે 11 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- નાગપુર અને રાજસ્થાનથી લોકો ફ્લાવર શો જોવા આવ્યા, કહ્યું સોશિયલ મીડિયાથી ખબર પડી
- ફ્લાવર શોમાં પહોંચ્યા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'સુંદરલાલ', અમદાવાદીઓ માટે કહી એક ખાસ વાત, જાણો