ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે વીજ પુરવઠો ખોરવાયો, PGVCL કસ્ટમર કેરમાં 913 ફરિયાદ નોંધાઈ - Saurashtra weather update - SAURASHTRA WEATHER UPDATE

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને કારણે વીજળી ગૂલ થયાની અનેક ફરિયાદો મળી હતી. વરસાદ અને ભારે પવન ફૂંકાતા કેટલાક વીજપોલ પણ ડેમેજ થયા છે. જુઓ સમગ્ર વિગત

સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે વીજ પુરવઠો ખોરવાયો
સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે વીજ પુરવઠો ખોરવાયો (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 6:21 PM IST

રાજકોટ : સૌરાષ્ટ્રભરમાં વરસાદ અને ભારે પવન ફૂંકાતાં વીજ સપ્લાય ખોરવાયો છે. PGVCL કસ્ટમર કેરમાં 913 ફરિયાદ નોંધાઈ છે. જ્યારે 59 ગામોમાં વીજ પોલ ડેમેજ અને 380 ફીડર બંધ થઈ ચૂક્યા છે. તે સિવાય જૂનાગઢના 3 ગામોમાં વરસાદને કારણે વીજળી ગુલ થઈ છે. રાજકોટ શહેરનાં 11 વીજપોલ ડેમેજ થતાં વીજળી ગૂલ થઈ હતી, જેના કારણે લોકોને કલાકો સુધી ઘરમાં ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો.

ફરિયાદોથી ભરાયું PGVCL :આ અંગે PGVCL અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં આવેલ વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પીજીવીસીએલનાં કસ્ટમર કેર સેન્ટરમાં વીજળી જતી રહેવાની કુલ 913 ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી હાલ 317 ફરિયાદ પેન્ડિંગ છે. રાજકોટ શહેરમાં કુલ 249 ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી હાલ 88 ફરિયાદ પેન્ડિંગ છે. બાકી રહેતી ફરિયાદ આજે જ સોલ્વ કરવા ટેકનિકલ ટીમ ફરજ પર હાજર છે.

વીજ સપ્લાય ખોરવાયો : ગઈકાલે સાંજે રાજકોટ શહેરમાં આવેલ વરસાદને કારણે સિટી 2 સબ ડિવિઝન હેઠળના ગૌતમનગર અને સ્ટેશન પ્લોટ ફીડર તેમજ રાજકોટ સિટી 3 સબ ડિવિઝન હેઠળના ગમાણી હોલ, પ્રદ્યુમનનગર, રણુજા, કટારીયા અને ધર્મજીવન ફીડર ફોલ્ટમાં આવતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, તેની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વરસાદે નુકસાન વેર્યુ :PGVCL અધિકારીએ વધુમાં જણાવ્યું કે, રાજકોટ શહેરમાં વરસાદના કારણે 11 વીજ પોલ ડેમેજ થયા છે. જૂનાગઢમાં 4 વીજ પોલ અને 1 ટીસી ડેમેજ થયા છે. અહીંના 3 ગામોમાં વીજળી બંધ હોવાથી લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ભાવનગરમાં 13, અમરેલીમાં 11 અને સુરેન્દ્રનગરમાં 20 વીજ પોલ ડેમેજ થઈ ગયા છે. આ સાથે જ રાજકોટ PGVCL હેઠળ આવતા સૌરાષ્ટ્ર અને કચ્છના 59 ગામોમાં વીજ પોલ ડેમેજ થયા છે. તેને વહેલી તકે ફરી કાર્યરત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

  1. રાજકોટમાં બે દિવસથી વરસાદી વાતાવરણ, વરસતા વરસાદની વચ્ચે વૃક્ષ પર વીજળી પડી હોવાના લાઈવ દ્રશ્યો
  2. રાજકોટમાં ખાલી 1 ઈંચ વરસાદે જ ખોલી નાખી મનપાની પોલ, પાણી ભરાતા 2 BRTS બસ બંધ પડી

ABOUT THE AUTHOR

...view details