ગુજરાત

gujarat

ETV Bharat / state

દર વર્ષે રસ્તા તૂટે ને કરોડોનો ખર્ચ થાય: સૌના સાથ સૌના વિકાસના સૂત્ર સાથે પૈસાનું પાણી, જાણો શું છે સ્થિતિ - Potholes in Bhavnagar roads - POTHOLES IN BHAVNAGAR ROADS

સૌના સાથ સૌના વિકાસ સૂત્રના સાથે સત્તામાં બેઠેલા ભાજપના રાજમાં દર વર્ષે રસ્તાઓ તૂટી જતાં પ્રજાના પૈસાનું પાણી થાય છે. ચાલુ વરસાદમાં પરાજા માટી નાખવામાં આવે છે જે બીજા વરસાદમાં ધોવાઇ જાય છે. લોકોમાં ચર્ચા છે કે, આ કેવા રોડ છે જે નવા બન્યા બાદ વરસાદમાં તૂટે છે. ખાડાઓથી વાહનોની અને તેના ચાલકની બન્નેની કમર તૂટી રહી છે. જુઓ પ્રજાનો રોષ, વિપક્ષનો વાર અને શાસકનો બચાવ. Potholes in Bhavnagar roads

ચાલુ વરસાદમાં પરાજા માટી નાખવામાં આવે છે જે બીજા વરસાદમાં ધોવાઇ જાય છે
ચાલુ વરસાદમાં પરાજા માટી નાખવામાં આવે છે જે બીજા વરસાદમાં ધોવાઇ જાય છે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 7:02 PM IST

પરાજા માટે લગભગ લગભગ 47 લાખનો ખર્ચો થઈ ચૂક્યો છે (Etv Bharat Gujarat)

ભાવનગર:શહેરમાં 27 વર્ષથી ભાજપ શાસનમાં છે, છતાં પણ દર વર્ષે રસ્તાઓ તૂટી જાય છે અને કરોડો ખર્ચવામાં આવે છે. સૌનો સાથ સૌના વિકાસના સૂત્રોની સાથે શાસકો રાજ કરી રહ્યા છે અને પ્રજાના પૈસાનું પાણી કરતા હોવાનો વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે. જો કે સ્થાનિકો તૂટેલા રસ્તાઓ અને ખાડાઓના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે.

ચાલુ વરસાદમાં પરાજા માટી નાખવામાં આવે છે જે બીજા વરસાદમાં ધોવાઇ જાય છે (Etv Bharat Gujarat)

તૂટેલા રસ્તામાં કમરભાંગી જાય તેવી સ્થિતિ:ભાવનગર શહેરમાં મોટાભાગના કેટલાક રસ્તાઓ તૂટી જવાના કારણે ખાડા પડી જાય છે જેથી વાહન ચાલકોને જાણે ઊંટગાડી ઉપર બેઠા હોય તેવી અનુભૂતિ થાય છે. કમરના મણકા ખસી જાય તેવી સ્થિતિના આક્ષેપ પ્રજામાંથી પણ થઈ રહ્યા છે

ભાવનગરના વૃદ્ધ નાગરીક નારણદાસે જણાવ્યું હતું કે,'રોડ ખૂબ ખરાબ છે. વાહન ચલાવનાર તેના કારણે આડા થઈ જાય છે. ચોમાસામાં બહુ તકલીફ પડે છે. ખાડા પડ્યા છે તો કેવી રીતે ગાડી ચલાવવી ? આ તો જે ગાડી ચલાવે એને ખબર પડે કે શું મુશ્કેલી થાય છે.'

વિપક્ષે કર્યો પ્રહાર: વિપક્ષમાં રહેલા કોંગ્રેસના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પહેલી વાત તો ખૂબ દુખ સાથે કહેવું પડે કે આ સરકાર અને આ સરકારમાં બેઠેલા અધિકારીઓ માત્ર ને માત્ર ઓફિસમાં બેઠા છે એવું લાગી રહ્યું છે. મોનસુન જે કાર્યવાહી વરસાદ પહેલા કરવાની હોય, અને કરોડો ખર્ચવા છતાં પણ સ્થિતિ એની એ રહે છે. રોડ બનાવ્યા પછી પણ સ્થિતિ એટલી ખરાબ થાય છે. એક તરફ ઢોરનો ત્રાસ અને બીજી તરફ રસ્તાનો ત્રાસ. ભાવનગરની જનતા સૌથી વધુ ટેક્સ આપતી પ્રજા છે. મોટી ઉંમરના લોકો વાહન પર જતા હોય ત્યારે અકસ્માતનો ભય રહે છે. કોરોના પછી મંદીના માહોલમાં લોકો જીવી રહ્યા છે ત્યારે કોઈ ખર્ચ આવે તો પોસાય તેમ નથી. અમારી માગણી એટલી છે કે રોડ અને રસ્તાઓ સારા કરવામાં આવે.

સૌના સાથ સૌના વિકાસના સૂત્ર સાથે પૈસાનું પાણી (Etv Bharat Gujarat)

સાશકે રોડ નહિ સ્થળો ગણાવ્યા ખાડામાં બોલો: ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, જ્યાં પાણીનું વહેણ હોય અને જ્યાં ખાડાઓ પડ્યા હોય એમનો પણ સર્વે કરવામાં આવ્યો છે. જે ગેરેન્ટી પિરિયડમાં નથી અને તૂટ્યા છે એનો પણ સર્વે કરવામાં આવ્યો છે. આમ કુલ મળીને જોવા જઈએ તો અંદાજે 100 જગ્યા ઉપર નાનું મોટું ડેમેજ થયેલું છે. આખા કુલ મળીને ભાવનગરની અંદર અત્યારે સૌથી પહેલી કામગીરી કોલ્ડ મિક્સની કરી રહ્યા છે. આગામી દિવસોમાં વોટમિક્સની પણ કામગીરી થવાની છે. આની સાથે સાથે જે ચોમાસા દરમિયાન ડામરનું કામ ન થતું હોય તો ત્યાં પરાજાની પણ કામગીરી કરવામાં આવી છે. આની અંદર જોવા જઈએ તો બજેટમાં અમે પ્લાનિંગથી જોગવાઈ કરતા હોઈએ છીએ.

ચાલુ વરસાદમાં પરાજા માટી નાખવામાં આવે છે જે બીજા વરસાદમાં ધોવાઇ જાય છે (Etv Bharat Gujarat)

પરાજાના 80 લાખ ફાળવ્યા બોલો:સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રોડમાં ડામરનું કામ ન થાય ત્યાં એ મુજબ પરાજા માટે તેને લગભગ લગભગ 82 લાખ રૂપિયા ભાવનગરના 13 વોર્ડની અંદર ફાળવવામાં આવ્યા છે. સાથે કોલ મીક્સની વાત કરીએ તો 50 લાખના ખર્ચે અમારો ટાર્ગેટ છે અને એનો અંદાજ મુકવામાં આવ્યો છે, એ પણ મંજુર કરવામાં આવ્યું છે. વોટ્મિક્સમાં અઢી કરોડના ખર્ચ આગામી દિવસોમાં કરવા માટે એમાં ચાર ભાવનગરના ચાર ભાગો પાડવામાં આવ્યા છે. ચાર વિભાગોના અલગ અલગ ચાર ટેન્ડરો છે. આમ ચોમાસા પછી એ જ્યાં પણ ડેમેજ થયેલું છે ત્યાં ઝડપથી કામગીરી કરી શકીએ એના માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે અત્યારે કહેવું હોય તો એવું કહી શકાય કે પરાજા માટે લગભગ લગભગ 47 લાખનો ખર્ચો થઈ ચૂક્યો છે અને કોલ મીક્સ માટે થઈને 20 લખનો ખર્ચો અત્યારે અમે કરી ચૂક્યા છીએ.

આ પણ વાંચો:

  1. સરકાર દ્વારા કડક વલણ અપનાવતા NHAI વિભાગ કામે લાગ્યું, સુરતમાં ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ - Road pothole filling operations
  2. પ્રથમ વરસાદે જુનાગઢમાં બનેલી ભૂગર્ભ ગટર યોજનાની પોલ ખુલી, પાણી આવ્યા બહાર - Junagadh Rain

ABOUT THE AUTHOR

...view details