પોરબંદર: તારીખ 18 ડિસેમ્બર 2024ના રોજ પોરબંદરના પીપાવાવ ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશનને પીપાવાવથી દરિયામાં લગભગ 110 કિમી દૂર, IFB દરિયા ડોલત વન પર તબીબી કટોકટી અંગેની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ જહાજ C-409 જે સર્વેલન્સ પર હતું તેને આ માછીમારને બહાર કાઢવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
માછીમારને ગંભીર ઈજા પહોંચી: આ મુશ્કેલીના કોલને ઝડપથી પ્રતિસાદ આપતા ICGS C-409 એ બોટ સાથે સંચાર સ્થાપિત કર્યો અને તેના સ્થાન પર મહત્તમ ઝડપ સાથે આગળ વધ્યું હતું. ICG જહાજે 31 વર્ષની ઉંમરના દેવા ઉકા ડાભી નામના માછીમારને અકસ્માતમાંથી બહાર કાઢ્યો હતો. બોટના પ્રોપેલરમાંથી ફસાયેલા દોરડાને દૂર કરતી વખતે માછીમારને પેટના જમણા ભાગમાં ગંભીર ઈજા થઈ હતી.
માછીમારને અકસ્માતમાંથી બહાર કાઢ્યો (Etv Bharat Gujarat) માછીમારની દરિયામાં ICG મેડિકલ ટીમ દ્વારા સ્થળાંતર અને પ્રારંભિક સારવાર પછી, દર્દીને પીપાવાવ હાર્બર પર સુરક્ષિત રીતે પાછો લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની વધુ તબીબી વ્યવસ્થાપન માટે સ્થિર સ્થિતિમાં ફિશરીઝ એસોસિએશન જાફરાબાદને સોંપવામાં આવ્યો હતો.
ભારતીય કોસ્ટ ગાર્ડ ભારતીય માછીમારોના હિતોનું રક્ષણ કરવા અને દરિયામાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઓપરેશન ભારતીય કોસ્ટ ગાર્ડના 'અમે રક્ષણ કરીએ છીએ' ના સૂત્રને ફરીથી સમર્થન આપે છે.
આ પણ વાંચો:
- વલસાડમાં ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો, તપાસના તાર સુરત સુધી પહોંચ્યા
- અમિત શાહના નિવેદન બાદ અમદાવાદમાં NSUI નો વિરોધ, માફી નહીં માંગે તો વિરોધ વધુ ઉગ્ર બનશે'ની ચીમકી