પોરબંદર: પશ્ચિમ રેલવેએ હવે ભાવનગર ડિવિઝનથી ચાલતી પોરબંદર-દિલ્હી સરાય રોહિલા સુપરફાસ્ટ અને પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનોને LHB કોચ સાથે ચલાવવાનો નિર્ણય લીધો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એલએચબી કોચ મુસાફરો માટે માત્ર વધુ આરામદાયક નથી, પરંતુ વધુ સલામતી પણ પ્રદાન કરે છે. આ ફેરફાર મુસાફરોને મુસાફરીનો વધુ સારો અનુભવ પ્રદાન કરશે.
પશ્ચિમ રેલવેનો નિર્ણય, હવે આ 4 એક્સપ્રેસ ટ્રેન LHB કોચ સાથે ચાલશે - DECISION OF WESTERN RAILWAY
પશ્ચિમ રેલવેએ પોરબંદર-દિલ્હી સરાય રોહિલા અને પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન હવે LHB કોચ સાથે ચાલાવવાનો નિર્ણય લીધો છે.
Published : Oct 9, 2024, 6:05 PM IST
આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ
1. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં LHB કોચ પોરબંદર સ્ટેશનથી 21.01.2025 થી લગાવવામાં આવશે.
2. ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રોહિલ્લા - પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં LHB કોચ દિલ્હી સરાય રોહિલ્લા સ્ટેશનથી 23.01.2025 થી લગાવવામાં આવશે.
3. ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનમાં LHB કોચ પોરબંદર સ્ટેશનથી 23.01.2025 થી લગાવવામાં આવશે.
4. ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર - પોરબંદર એક્સપ્રેસમાં LHB કોચ મુઝફ્ફરપુર સ્ટેશનથી 26.01.2025 થી લગાવવામાં આવશે. તેમ માશૂક અહમદ (વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ)એ જાહેરાત કરતા જણાવ્યું છે.
આ પણ વાંચો: