પોરબંદરઃ વિધાનસભામાં શહેરી વિકાસ અંગેની ચર્ચા દરમિયાન ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા ખેડા જિલ્લાના વડામથક નડિયાદને મહા નગર પાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કર હતી. આનંદની વાત એ છે કે રાજ્ય સરકારે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની માંગણીને સ્વિકારી લીધી છે. આજે વિધાનસભામાં પોરબંદર અને નડિયાદને મહા નગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત નાણાં પ્રધાન કનુ દેસાઈએ કરી છે.
Porbandar Mu. Corpo.: આનંદો!!! પોરબંદર છાયા નગર પાલિકા હવે બનશે મહા નગર પાલિકા - MLA Arjun Modhwadia
વિધાનસભાના વર્તમાન સત્ર દરમિયાન રાજ્ય સરકારે 7 નગર પાલિકાઓને મહા નગર પાલિકામાં પરિવર્તિત કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને છાયા નગર પાલિકા પ્રમુખ ચેતના તિવારીએ આવકાર્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Porbandar Chhaya Nagar Palika
Published : Feb 28, 2024, 4:24 PM IST
અર્જુન મોઢવાડિયાએ આનંદ અને આભાર વ્યક્ત કર્યોઃ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આ અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપણું પોરબંદર મહા નગર પાલિકા બનવાથી નગર પાલિકામાં જે વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો અને શહેરી સેવાની ગુણવત્તાઓ જે યોગ્ય રીતે મળતી નથી તેનું નિવારણ થશે. બેફામ બાંધકામો થાય છે તે અટકશે અને શહેરીજનોને ઉત્તમ સુવિધાઓ મળશે. તેમજ પોરબંદર ભવિષ્યમાં આતંરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન ધામ બનવાને લીધે રોજગારીની તકો ઉભી થશે. મારી આ માંગણી ઉપર ધ્યાન આપવા બદલ હું રાજ્ય સરકારનો આભાર માનું છું.
પોરબંદરના વિકાસ અને વિસ્તારમાં વધારો થશે: પોરબંદર મહા નગર પાલિકા અંગેના નિર્ણયની જાહેરાત કરતા પોરબંદર છાયા નગર પાલિકાના પ્રમુખ ચેતના તિવારીએ આ નિર્ણયને આભાર સાથે આવકાર્યો હતો. ચેતના તિવારીએ જણાવ્યું હતું કે, ગાંધીજીની ભૂમિનો વિકાસ થશે. જનતાની સુવિધામાં પણ વધારો થશે. આ ઉપરાંત પોરબંદરના પાલિકાના વિસ્તારમાં પણ વધારો થશે. આસપાસના ગામડાઓ જેવા કે ઓડદર, રતનપર, વનાણા, જાવર સહિતના ગામડાઓ પણ મહા નગર પાલિકામાં સમાવિષ્ટ થશે. મહા નગર પાલિકાનો દરજ્જો મળતા પોરબંદરના વિકાસને વધુ વેગ મળશે.