ગુજરાત

gujarat

ETV Bharat / state

સુત્રાપાડાના દરિયાકિનારાથી 10 કિલો ચરસનો જથ્થો મળ્યો, આંતરરાષ્ટ્રીય તાર હોવાની પોલીસની શંકા - Police seized illegal drugs

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા નજીકના દરિયામાંથી બિનવારસું હાલતમાં મળી આવેલા 10 કિલો ચરસના જથ્થાના તાર હવે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન સાથે જોડાઈ શકે છે. સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા આજે દરિયાકિનારા પર સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

સુત્રાપાડાના દરિયાકિનારાથી પોલીસને 10 કિલો ચરસનો જથ્થો મળ્યો,
સુત્રાપાડાના દરિયાકિનારાથી પોલીસને 10 કિલો ચરસનો જથ્થો મળ્યો, (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 8:35 PM IST

સુત્રાપાડાના દરિયાકિનારાથી પોલીસને 10 કિલો ચરસનો જથ્થો મળ્યો, (Etv Bharat gujarat)

જૂનાગઢ: સુત્રાપાડા નજીકના દરિયામાંથી બિનવારસું હાલતમાં મળી આવેલા 10 કિલો ચરસના જથ્થાના તાર હવે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન સાથે જોડાઈ શકે છે. સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા આજે દરિયાકિનારા પર સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. પકડાયેલું ચરસ જે કચ્છ અને દ્વારકામાંથી પકડાયેલા ચરસના પેકિંગ સાથે એકદમ મળતું આવે છે. જેથી ચરસ મળી આવવાના કિસ્સામાં સમગ્ર રેકેટ આંતરરાષ્ટ્રીય સ્તરે થયું હોવાની શક્યતા પણ સોમનાથ પોલીસે વ્યક્ત કરી છે.

પોલીસે 10 કિલોથી વધુ ચરસ પકડ્યું: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર નજીકથી અંદાજિત 5 કરોડ 30 લાખની કિંમતનું આશરે 10 કિલો કરતાં વધુ ચરસ બિનવારસું હાલતમાં દરિયાકિનારા પરથી ખાનગી માહિતગાર દ્વારા મળેલી બાતમીને આધારે પોલીસે પકડી પાડ્યું છે. સમગ્ર મામલામાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા માધ્યમોને વિગતો આપવામાં આવી છે. તે મુજબ દરિયાકાંઠા વિસ્તારના સ્થાનિક બાતમીદારો દ્વારા કોઈ શંકાસ્પદ વસ્તુના પેકેટ દરિયાકાંઠા પર પડ્યા છે. તેવી વિગતો મળી હતી. ત્યારબાદ પોલીસે 10 કિલો કરતાં વધુ ચરસને પકડી પાડ્યું છે.

2 વર્ષ દરમિયાન 380 કરોડનું ડ્રગ્સ પકડાયું:પાછલા 2 વર્ષ દરમિયાન સોમનાથ જિલ્લાના વેરાવળ અને અન્ય દરિયાકાંઠા વિસ્તારમાંથી 380 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. જેમાંથી 350 કરોડનું હેરોઈનનો જથ્થો પણ સામેલ છે. હેરોઈનની તસ્કરીના તમામ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે 25 કરોડની આસપાસનો ડ્રગ્સ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી પાછલા 2 વર્ષ દરમિયાન બિનવારસું હાલતમાં મળી આવ્યું છે. પાછલા કેટલાક સમયથી કચ્છ, દ્વારકા અને સોમનાથ જિલ્લામાંથી આ પ્રકારે બિનવારસું હાલતમાં પેકેટ મળી આવ્યા છે. જે ત્રણેય જિલ્લામાં એક સમાન લાગી રહ્યા છે.

પકડાયેલ ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય તાર: ડ્રગ્સના પેકેટ પર ઉર્દુ ભાષામાં લખેલું પણ જોવા મળે છે. જેથી આ ડ્રગ્સ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાનમાંથી તસ્કરી કરીને ભારતીય દરિયાઈ સીમા પરથી ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હશે. પરંતુ સુરક્ષા એજન્સીઓની ચોક્કસ તપાસને કારણે આંતરરાષ્ટ્રીય સીમામાં ડ્રગ્સની દાણચોરો ડ્રગ્સના પેકેટને દરીયાકાંઠે ફેંકીને જતા રહ્યા હશે. જે તરીને સૌરાષ્ટ્રના અલગ અલગ દરિયાકાંઠેથી મળી રહ્યા છે. તેવી પણ એક શક્યતા સામે આવી રહી છે. હાલ સમગ્ર મામલામાં સોમનાથ પોલીસ જિલ્લાના 110 કિલોમીટરના દરિયાકાંઠા વિસ્તારમાં પણ સતત સર્ચ ઓપરેશન કરી રહી છે. જેમાં સ્થાનિક બાતમીદારોનો પણ પોલીસને સહયોગ મળી રહ્યો છે. જેને કારણે નશાકારક પદાર્થને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

માછીમારો અને બોટની પણ તપાસ: આગામી દિવસોમાં વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારીની સિઝન પણ શરૂ થઈ રહી છે. ત્યારે ડ્રગ્સની હેરાફેરીના મામલામાં માછીમારી, બોટ કે માછીમારીનો ઉપયોગ ન થાય તે માટે સોમનાથ પોલીસે તમામ નાવિકોનું પોલીસ વેરિફિકેશન કરવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સિવાય જે બોટ બંદર પર માછીમારી કરીને પરત આવે છે. તેની સંપૂર્ણ ચકાસણી પણ કરવામાં આવી રહી છે. જેને કારણે કોઈ માદક પદાર્થ માછીમારીની બોટ મારફતે પણ બંદર પર ન ઉતરે તેને લઈને પણ પોલીસ સતર્કતા સાથે કામ કરી રહી છે.

  1. પોલીસ બદલી અંગે સરકારનો મોટો નિર્ણય, 5 વર્ષ 1 ઝોનમાં ફરજ બજાવનાર PSI અને PIને બદલી નહીં મળે - Decision on Police Transfer
  2. બહુચર્ચિત જ્યંતી ભાનુશાળી હત્યા કેસમાં આરોપીના જામીન મંજૂર - Jyoti Bhanushali murder case

ABOUT THE AUTHOR

...view details