ગુજરાત

gujarat

ETV Bharat / state

Tapi Accident: વ્યારાના ટિચકપૂરા ગામની સીમમાં અજાણ્યા વાહનના અડફેટે પોલીસ કર્મચારીનું મોત - વ્યારા

તાપીમાં વ્યારાના ટિચકપૂરા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં સુરત પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા સેતુલ ચૌધરીનું મોત નીપજ્યું હતું. જે મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tapi Accident
Tapi Accident

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2024, 1:28 PM IST

તાપી:વ્યારાના ટિચકપૂરા ગામની સીમમાં અજાણ્યા વાહનના અડફેટે પોલીસ કર્મચારીનું મોત નીપજ્યું હતું. સુરત પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા સેતુલ ચૌધરીને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા સુરત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજતાં વ્યારા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

બારડોલી નેશનલ હાઇવે નં. 53 પર રાત્રિના 11 વાગ્યાના અરસામાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા સેતુલ ચૌધરી અને તેના મિત્ર મોટરસાઇકલ પર સવાર થઈ લોટરવા ગામે જમવા માટે જઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા વાહનચાલક ટક્કર મારી ભાગી ગયો હતો. અકસ્માતમાં સેતુલ ચૌધરીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સુરત સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

તાપી જિલ્લાના નાયબ પોલસ અધિક્ષક સી. એમ. જાડેજાએ ટેલિફોનીક માહિતી આપતાં જણાવ્યું હતું કે અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે આવી રાત્રિના 11 વાગ્યાના અરસામાં બાઈકને ટક્કર મારી નાસી ગયેલ છે અને તેમાં લોક રક્ષક તરીકે ફરજ બજાવતા સેતુલ ચૌધરીનુ મોત નીપજ્યું છે. અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે.

  1. Smart Parking Project : સ્માર્ટ અમદાવાદીઓ માટે સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ, જાણો કેવી રીતે કામ કરશે...
  2. Tanya Singh Suicide: પોલીસ તપાસમાં પરિવારે તાન્યા ડિપ્રેશનમાં હોવાની વાતને નકારી

ABOUT THE AUTHOR

...view details