છોટાઉદેપુરઃછોટાઉદેપુરજીલ્લાની સગીર વયની દીકરી જેની ઉંમર 13 વર્ષ 9 માસ હોય તેને ફરવા જવાના બહાને મોબાઈલ આપવાના બહાને ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ગામના જંગલની સીમમાં તથા એક ફેકટરી પાછળ લઈ જઈ દૂષ્કર્મ આચર્યુ હતું અને અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. જ્યારે સગીરાને તારા પપ્પાનો ફોન કેવી રીતે આવે છે ? તથા તારા મામાને કેવી રીતે ખબર પડી તેમ કહી ચોટલો પકડી માર માર્યો હતો. આ બાબતે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાની ગંભીરતા જોતા ઇપિકો કલમ ૩૨૩, ૩૬૬, ૩૭૬(૨)(N)(૩) , ૩૫૪(D), તથા પોકસો એક્ટ ૪.૬ હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી હતી અને કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોબાઈલની લાલચ આપી નરાધમે અનેક વખત સગીરાને બનાવી હવસનો શિકાર, આરોપી જેલ હવાલે - Rape with Minor girl - RAPE WITH MINOR GIRL
છોટાઉદેપુર જીલ્લામાં 13 વર્ષ અને 9 માસની બાળકીને એક નરાધમ શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ઘટના સામે આવી છે. આરોપી જીજ્ઞેશ જયંતિભાઈ રાઠવા નામના ઈસમે સગીરાને મોબાઈલ આપવાની લાલચ આપીને બે વર્ષ પહેલાંથી ગામના જંગલની સીમમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં અવાર-નવાર શરીર સંબંધ બાંધી માર માર્યો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ છોટા ઉદેપુર પોલિસ મથકમાં નોંધાવી હતી.
Published : Mar 25, 2024, 10:53 PM IST
સગીરાના પિતા કડીયા કામ કરતા હતા તે સમયે ફોન આવ્યો હોય કે તમારી છોકરીને સ્ટેટ બેંકની સામે કોક મારે છે, જે બાબતે સગીરાને ફોન કર્યો હતો. પરતું તેણે ફોન ઉઠાવ્યો ન હતો તેની શોધખોળ કરતાં આંખના દવાખાના પાસેથી તે મળી આવી હતી. તને કોણ મારતું હતું તે બાબતે પૂછતા સગીરાએ જીગ્નેશ રાઠવા નામના શખ્સનું નામ કહ્યું હતું. સગીરાએ કહ્યું કે, આરોપી તેને બાઈક પર બેસાડી તેના ફોઈના ઘરે લઈ ગયો હતો અને મારી સાથે કેમ નથી આવતી તેમજ તારા પપ્પાનો ફોન કેવી રીતે આવે છે અને તારા મામાને કેવી રીતે ખબર પડી તેમ કહી થપ્પડો પણ મારી હતી.
આ અંગે છોટાઉદેપુરના પી.આઈ, અરુણ પરમારે જણાવ્યું હતું કે, છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સગીરાને લાલચ આપી જીજ્ઞેશ રાઠવા નામના ઈસમે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાનો પોક્સો એકટ મુજબ ગુન્હો નોંધવામા આવ્યો છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.