ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: PM મોદી ભવ્ય કાર્યક્રમમાં આપશે હાજરી, 75 હજાર લોકોને NFSA યોજનાનો લાભ અપાશે - PM MODI WILL VISIT SURAT

લોકસભા ચૂંટણી 2024 બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 7 માર્ચના રોજ સુરતમાં ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે.

સુરતમાં PM મોદી 7 માર્ચના રોજ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે
સુરતમાં PM મોદી 7 માર્ચના રોજ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે (X@BJP4India)

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2025, 2:41 PM IST

સુરત:લોકસભા ચૂંટણી 2024 બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 7 માર્ચના રોજ સુરતમાં ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે 3.5 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે.

કાર્યક્રમ માટે જર્મન ડોમ તૈયાર: નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં 75,000 લાભાર્થીઓને NFSA (National Food Security Act) અંતર્ગત સામેલ કરવામાં આવશે. આ લાભાર્થીઓમાં વૃદ્ધ સહાય પેન્શન, વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમ માટે જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.

સુરતમાં PM મોદી 7 માર્ચના રોજ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે (ETV BHARAT GUJARAT)

PM મોદી સુરતમાં આવશે: વડાપ્રધાન મોદી લિંબાયત વિસ્તારના હેલીપેડથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શોમાં જોડાશે. રોડ શો દરમિયાન હજારો લોકો તેમના દર્શન માટે ઉમટી પડશે. સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ તંત્ર સજ્જ છે. કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ સ્થળની મુલાકાત લીધી છે.

સુરતમાં PM મોદી 7 માર્ચના રોજ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે (ETV BHARAT GUJARAT)
સુરતમાં PM મોદી 7 માર્ચના રોજ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે (ETV BHARAT GUJARAT)

PM સુરતમાં કરશે રાત્રિ રોકાણ: PM મોદી 7 માર્ચે સુરતમાં રાત્રિ રોકાણ કરી શકે છે. 8 માર્ચે તેઓ નવસારી ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. વહીવટી તંત્ર દ્વારા બંને કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સુરતમાં PM મોદી 7 માર્ચના રોજ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે (ETV BHARAT GUJARAT)

આ પણ વાંચો:

  1. 'ભારત માતા કી જય': પાકિસ્તાન સામે ભારતની ઐતિહાસિક જીત બાદ બારડોલીમાં લોકોની ભવ્ય ઉજવણી
  2. સુરતમાં બ્રેઈનડેડ મહિલાના અંગોનું દાન, 5 લોકોને નવજીવન મળ્યું

ABOUT THE AUTHOR

...view details