નર્મદા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે એકતા નગરમાં રૂ. 280 કરોડથી વધુના કિંમતના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
આ પ્રોજેક્ટ્સનો હેતુ પ્રવાસી અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવાનો અને પ્રદેશમાં ટકાઉપણાની પહેલને સમર્થન આપવાનો છે.
પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આરંભ 6.0 માં 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને પણ સંબોધિત કરશે. આ વર્ષના કાર્યક્રમની થીમ "આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ" છે. 99મો કોમન ફાઉન્ડેશન કોર્સ - આરંભ 6.0 માં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂતાનની 3 સિવિલ સર્વિસીસના 653 ઓફિસર ટ્રેઇનીનો સમાવેશ થાય છે.
ગુરુવારે પીએમ મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવશે.
તેઓ એકતા દિવસની શપથ લેવડાવશે અને એકતા દિવસની પરેડના સાક્ષી બનશે જેમાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ, ચાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડની 16 માર્ચિંગ ટુકડીઓ સામેલ હશે.
ખાસ આકર્ષણોમાં NSGની હેલ માર્ચ ટુકડી, BSF અને CRPF મહિલા અને પુરૂષ બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, BSF દ્વારા ભારતીય માર્શલ આર્ટ્સના સંયોજન પરનો શો, શાળાના બાળકો દ્વારા પાઇપ્ડ બેન્ડ શો અને ભારતીય વાયુસેના દ્વારા 'સૂર્ય કિરણ' ફ્લાયપાસ્ટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
- પરેશ ધાનાણીની ચૂંટણી પ્રચાર વખતે તબિયત લથડી, હોસ્પિટલમાંથી Video શેર કરીને આપ્યો ખાસ મેસેજ
- રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરોટિવ બેન્કની મોટી જાહેરાત, આવા ખેડૂતોને 0 ટકા વ્યાજે આપશે લોન