ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની જાહેરાત, ક્યારે થશે શારીરિક પરીક્ષા? જાણો - Physical Test Police Recruitment - PHYSICAL TEST POLICE RECRUITMENT

લોક રક્ષક અને PSI ભરતીના મામલે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી નવેમ્બર મહિનામાં શારીરિક પરીક્ષા લેવામાં આવશે. સૌથી પહેલા PSI ના ઉમેદવારો માટે શારીરિક કસોટી લેવાશે ત્યારબાદ લોક રક્ષક માટે શારીરિક કસોટી યોજાશે. જાણો. Physical Test Police Recruitment

શારીરિક કસોટી આગામી નવેમ્બરથી શરૂ થશે
શારીરિક કસોટી આગામી નવેમ્બરથી શરૂ થશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2024, 9:14 PM IST

પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની જાહેરાત (Etv Bharat Gujarat)

ગાંધીનગર: સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિગત અનુસાર, લોક રક્ષક અને PSI બંનેમાં ઉમેદવારી કરનારાને એક વખત જ શારીરિક કસોટી આપવાની રહેશે. PIS ની લેખિત પરીક્ષામાં બે પેપર જ્યારે લોક રક્ષક પરીક્ષા માટે એક પેપર રહેશે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી લોકરક્ષક દળ અને પીએસઆઇની ભરતીમાં લાખો યુવાનો ફોર્મ ભરે છે. ગત એપ્રિલ માસમાં સરકાર દ્વારા એલઆરડી અને પીએસઆઇની ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી, પરંતુ કોલેજ અને શાળાઓના પરિણામ ન આવતા ઉમેદવારોને વધુ એક તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ચોમાસામાં વરસાદને કારણે પણ પરીક્ષા લેવાઇ ન હતી. એપ્રિલમાં પરીક્ષા આપનાર શાળા કોલેજના વિદ્યાર્થીઓને સરકારી નોકરીની તક મળે તે માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફરીથી અરજીઓ મંગાવવામાં આવી હતી.

પ્રથમ તબક્કામાં એપ્રિલ માસમાં પીએસઆઇમાં 4.47 લાખ અને એલઆરડીમાં (લોકરક્ષક) 9.70 લાખ ફોર્મ ભરાયા હતા. હાલમાં બીજા તબક્કા એટલે કે ઓગસ્ટ મહિનામાં પીએસઆઇમાં 51,800 અને એલઆરડીમાં (લોકરક્ષક) 1,35,000 અરજી થઈ છે. તેથી પીએસઆઇમાં કુલ 4,99,000 અરજીઓ આવી છે તેવી જ રીતે એલઆરડીમાં (લોકરક્ષક) કુલ 11,05,000 અરજી થઈ છે.

નવેમ્બર મહિનામાં પીએસઆઇના ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવાનું આયોજન છે. પીએસઆઇમાં બે પેપર રહેશે. ડિસેમ્બરના અંત સુધીમાં પીએસઆઇની પરીક્ષા યોજાયા બાદ એલઆરડી (લોકરક્ષક) માટેની પરીક્ષાઓ પણ શરૂ કરવામાં આવશે. એલઆરડી (લોકરક્ષક) અને પીએસઆઇ બંનેમાં ફોર્મ ભરનાર ઉમેદવારોએ એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે.

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ મુદ્દે જણાવ્યું કે, 'ઉમેદવારોએ લોભામણી જાહેરાતથી દૂર રહેવું જોઈએ. કેટલાક તત્વો પૈસા લઈને નોકરી અપાવવાની છેતરામણી જાહેરાતો કરે છે. ભરતી બોર્ડ પારદર્શક રીતે ઉમેદવારોની ભરતી કરે છે. મેરીટ સહિતની તમામ વિગતો ઓનલાઈન વેબસાઈટ પર મૂકવામાં આવે છે. ભૂતકાળમાં પૈસા આપીને ભરતી કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પૈસા આપીને સરકારી નોકરી મેળવનાર ઉમેદવારોને પણ ત્રણ વર્ષ માટે સરકારી નોકરી માટે ગેરલાયક ફેરવવામાં આવ્યા હતા.' તેથી કોઈપણ ઉમેદવારોએ લોભામણી જાહેરાતમાં ન આવવા માટે અપીલ કરાઈ છે.

આ પણ વાંચો:

  1. 'પોઇચા જેવું મંદિર બનશે'- કહી છેતરપિંડી કરનાર MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો - Land scam in Rajkot
  2. જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન, રાજ્યકક્ષાએ ખેલાડીઓની થશે પસંદગી - District Level Sports Events

ABOUT THE AUTHOR

...view details