રાજકોટ: જિલ્લાના ધોરાજી, ઉપલેટામાં વહેલી સવારથી મેધરાજા સટાસટી બોલાવી રહ્યા છે. ધોરાજી તાલુકાના પાટણવાવ, સુપેડી, થોડા ભલગામડા સહિતના વિસ્તારોની અંદર 2 ઇંચથી લઈને આઠ 8 જેટલો વરસાદ વરસી ગયો છે.
મેઘરાજાએ ધોરાજી પંથકને બાનમા લીધું, અનેક મકાનો, દુકાનો અને સ્કૂલો પાણી પાણી... - Heavy rain in Rajkot Dhoraji
રાજકોટ ઉપલેટાના ધોરાજીમાં વહેલી સવારથી મેધરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. પાણી ભરાઈ જવાથી રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે. સ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયાની સ્થિત જીવ મળી રહી છે. Heavy rain in Rajkot Dhoraji
Published : Jul 22, 2024, 12:49 PM IST
ગામોમાં પાણી ભરાતા રસ્તા બંધ: ઉપલેટાના લાઠ, ભીમોરા, મજેઠી, સમઢીયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ ઇંચ થી લઈને 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની માહિતી સામે આવી છે. આ ધોધમાર વરસાદને કારણે ઉપલેટાના લાઠ, ભીમોરા, અને મજેઠીના કોઝવે પાણીમાં ગરકાવ થતા અવરજવર માટેનો રસ્તો બંધ થયો છે.
દુકાનોમાં ઘૂસ્યા પાણી: ઉપલેટા ના રાજમાર્ગ, ઝીકરીયા ચોક, નટવર રોડ, કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા ઉપર ઘુટણ સમા પાણી વહેતા થયા છે. ઉપલેટા શહેરના રાજમાર્ગ સહિતના ઘણા વિસ્તારોની અંદર પાણીની સપાટીમાં વધારો થતા દુકાનોમાં પાણી ઘૂસ્યા જવાથી લોકોને ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે.
સ્કૂલમાં ભરાયા પાણી: ઉપલેટામાં એક ટી.જે સ્કૂલના બિલ્ડીંગમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયું છે. સ્કૂલમાં પાણી ઘૂસી જતા શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાલાકી થઈ રહી છે. રાજકોટના ધોરાજી તેમજ ઉપલેટા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જનજીવન ઠપ તહી ગયું છે. ધોધમાર વરસાદથી ઉપલેટાના ભાદરકાંઠાના સમઢીયાળા, તલંગણા, લાટ, ભીમોરા, અને મજેઠી સહિતના ગામો પાણી પાણી થઈ ગયા છે. ધોધમાર વરસાદને લઈને લાઠીમોરા મજેઠીના કોઝવે પાણીમાં ગરકાવ થતા ગામ સંપર્ક વિહોણા બન્યા છે.