ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતો તૈયાર રહેજો, લાભ પાંચમ બાદ સરકાર કરશે આ પાકોની ટેકાના ભાવે ખરીદી, જાણો આ વર્ષનો ભાવ - purchased at support price - PURCHASED AT SUPPORT PRICE

રાજ્યમાં લાભ પાંચમ બાદ આગામી ૧૧મી નવેમ્બરથી ૯૦ દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને લક્ષ્યમાં લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે વિશેષ આયોજન કર્યુ છે. Msp

લાભ પાંચમ બાદ સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી
લાભ પાંચમ બાદ સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2024, 8:31 PM IST

Updated : Sep 30, 2024, 9:03 PM IST

ગાંધીનગર: ગત તારીખ ૨૬મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી.

ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ધ્યાને લઈ કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે કેન્દ્રીય નોડલ એજન્સીના માધ્યમથી ટેકાના ભાવે ખરીદીનું વિશેષ આયોજન કર્યું છે.

ભ પાંચમ બાદ સરકાર કરશે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ (Etv Bharat Gujarat)

આગામી 11 મી નવેમ્બરથી ખરીદી શરૂ: આ આયોજન અંગે વિગતો આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે લાભ પાંચમ પછી આવનારી 11 મી નવેમ્બર ૨૦૨૪ના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ખરીફ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતેથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

આ વર્ષે ટેકાનો ભાવ (Etv Bharat Graphics)

ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે: ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા માટે ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ તા. ૦૩ ઓક્ટોબરથી ૩૧ ઑક્ટોબર,૨૦૨૪ દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગુજરાતના ખેડૂતો પાસેથી પી.એસ.એસ હેઠળ ટેકાના ભાવે ૬૧,૩૭૨ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂ. ૬૭૧ કરોડથી વધુ કિંમતના ૧,૧૮,૦૦૦ મે. ટન જથ્થાની ખરીદી કરવામાં આવી હતી. ગત વર્ષના પ્રમાણમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

  1. ટેકાના ભાવ અને રાજકોટ અગ્નિકાંડ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલ બોલ્યા આવું... - Raghavji held press conference
  2. Tur Dal Procurement : તુવેરદાળ ખરીદી પ્લેટફોર્મ લોન્ચ થયું, જાણો ખેડૂતોને કેવી રીતે મળશે ફાયદો
Last Updated : Sep 30, 2024, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details