ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ યુનિ.માં ગુણ સુધારણા કૌભાંડ મામલે હાઈકોર્ટે નોટિસ ફટકારી, CID અને એસપીને અહેવાલ રજૂ કરવા આદેશ - Patan HNGU MBBS Marks Scam - PATAN HNGU MBBS MARKS SCAM

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ મુદ્દે હાઈકોર્ટે નોટિસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે. આ નોટિસમાં CID અને એસપીને અહેવાલ રજૂ કરવાનો આદેશ કરાયો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Patan HNG University MBBS Marks Scam

CID અને એસપીને અહેવાલ રજૂ કરવા આદેશ
CID અને એસપીને અહેવાલ રજૂ કરવા આદેશ

By ETV Bharat Gujarati Team

Published : Apr 20, 2024, 9:43 PM IST

CID અને એસપીને અહેવાલ રજૂ કરવા આદેશ

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ મુદ્દે હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. જેમાં CID અને એસપીને અહેવાલ રજૂ કરવાનો આદેશ કરાયો છે. આ સમગ્ર કૌભાંડ મુદ્દે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી.

હાઈકોર્ટનું સખત વલણઃ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ મુદ્દે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. હવે હાઈકોર્ટે આ મુદ્દાને ગંભીર ગણી સમગ્ર પ્રકરણની તપાસ કરનાર CID ક્રાઈમ અને પાટણ જિલ્લા પોલીસ વડાને 26 જૂન 2024સુધી તપાસનો અહેવાલ રજૂ કરવા નોટિસ ફટકારી છે. આ નોટિસને લીધે સમગ્ર શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.

CID અને એસપીને અહેવાલ રજૂ કરવા આદેશ

12 ઉત્તરવહીઓ બદલવાનો આક્ષેપઃ પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2019માં એમબીબીએસની પ્રથમ વર્ષની પરીક્ષા આપનાર 3 વિદ્યાર્થીઓની કુલ 12 ઉત્તરવહીઓ બદલવાનો આક્ષેપ છે. જેમાં તેઓ નાપાસ હોવા છતાં તેમને પાસ કરવામાં આવ્યાનું કૌભાંડ કરાયું હોવાનું કહેવાય છે. આ કૌભાંડનો પર્દાફાશ થતા શિક્ષણવિદોમાં લોકોના આરોગ્ય સાથે સંકળાયેલ તબીબી ક્ષેત્રમાં આ રીતે નપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાના બનાવની ભારે ટીકા થઈ હતી. આ સમગ્ર પ્રકરણની વિસ્તૃત તપાસ કરવા ભારે માંગ ઉઠી હતી.

વિધાનસભામાં કિરીટ પટેલની રજૂઆતઃ આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલે 31 માર્ચ 2021 ના રોજ વિધાનસભા સત્રમાં મુદ્દો ઉઠાવી રજૂઆત સાથે ચર્ચા કરતા ગૃહ સચિવ પંકજકુમારને તપાસ સોંપવામાં આવી હતી. જેઓએ તપાસના અંતે અહેવાલ રજૂ કરી ભલામણ કરી હતી કે પુનઃમૂલ્યાંકનની કામગીરીના તબક્કે બેઠક નંબર 391, 392 અને 407ની મૂળ ઉત્તરવહીઓ ગુમ થયા હોવાનું અને તેને બદલે બીજી લખેલી ઉત્તરવહીઓ મુકાઈ હોય તેમ પ્રસ્થાપિત થાય છે. તપાસ અધિકારીએ કરેલ ભલામણો રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી મંજૂરી આપવામાં આવેલ છે. તદનુસાર પુનઃમૂલ્યાંકનના તત્સમયના કન્વીનર અને પુનઃમૂલ્યાંકન કામગીરી સાથે સંકળાયેલ તમામ સ્ટાફ સામે શિસ્ત વિષયક કામગીરી હાથ ધરવી તેઓ અહેવાલ સરકારને સુપ્રત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુનિવર્સિટીની તપાસ સમિતિએ પણ એમબીબીએસના ત્રણ વિદ્યાર્થીઓના ગુણ સુધારવામાં આવ્યા હોવાનું અને મૂળ ઉત્તરવહીઓ બદલાઈ હોવાનો અહેવાલ યુનિવર્સિટીને સોંપ્યો હતો. તપાસ અહેવાલોના અંતે શિક્ષણ વિભાગે ફોજદારી તપાસ રાજ્યની સીઆઇડી ક્રાઈમને સોંપવાનો નિર્ણય કર્યો હતો.

હાઈકોર્ટમાં પિટિશનઃ એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ અંગે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યપાલ, મુખ્યપ્રધાન, શિક્ષણપ્રધાન, સચિવ, સીઆઈડી ક્રાઈમને અનેક વખત રજૂઆતો કરી હતી છતાં માત્ર હૈયા ધારણા જ મળતા તેઓએ અંતે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. દરમિયાન હાઈકોર્ટે આ સમગ્ર કૌભાંડની તપાસ કરનાર CID ક્રાઈમ અને પાટણ જિલ્લા પોલીસ વડાને તા. 26-6-24સુધીમાં તપાસનો અહેવાલ રજૂ કરવા નોટીસ ઈસ્યૂ કરી છે. આ કૌભાંડ મુદ્દે આગામી દિવસોમાં હાઇકોર્ટ શુ નિર્ણય કરે છે તેના ઉપર શિક્ષણ વિદોની મિટ મંડાઈ છે.

આ કૌભાંડ સમયે પરીક્ષા કન્વીનર તરીકે ડો. જે. જે.વોરા હતા. જે બાદમાં યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ બન્યા હતા. સમગ્ર કૌભાંડમાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે બેઠક નંબર 391, 392 અને 407ની મૂળ ઉત્તરવહીઓ ગુમ થયા હોવાનું અને તેને બદલે બીજી લખેલી ઉત્તરવહીઓ બદલાઈ છે. મેં અનેક રજૂઆતો કરી પણ નક્કર પરિણામ ન મળતા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટે CID ક્રાઈમ અને પાટણ જિલ્લા પોલીસ વડાને તા. 26-6-24સુધીમાં તપાસનો અહેવાલ રજૂ કરવા નોટીસ ઈસ્યૂ કરી છે...ડો. કિરીટ પટેલ(ધારાસભ્ય, પાટણ)

  1. HNG University : પોલેન્ડની બે વિદ્યાર્થીનીઓ પાટણની મહેમાન બની, HNG યુનિવર્સિટીમાં વન્યજીવો પર કરશે સંશોધન
  2. પાટણ યુનિ.ના પીવાના પાણીના ટાંકામાથી બે ભૂંડના મૃતદેહ મળી આવ્યા

ABOUT THE AUTHOR

...view details