અમદાવાદ:પરષોત્તમ રૂપાલા આજે દિલ્હીથી પરત ફર્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર તેમણે જણાવ્યું કે હું કેબિનેટ મિટિંગમાં ગયો હતો. કેબિનેટની વિગતો હું આપી શકું નહીં. આ વિષય મારા આગેવાનો ચલાવી રહ્યા છે, હું કોઈ ટિપ્પણી કરું તે યોગ્ય નથી. ક્ષત્રિય સમાજ સાથેનો મામલો પૂર્ણ કર્યો છે. સમાજ સાથે પણ બેઠક કરી છે અને આ બાબતો હું કોઈ ટિપ્પણી કરું તે યોગ્ય નથી.
દિલ્હીથી પરત ફર્યા બાદ પરષોત્તમ રૂપાલાનું નિવેદન : મેં અનેક વખત માફી માંગી છે, મારા સમર્થનમાં તમામ સમાજ છે - Parshottam Rupala - PARSHOTTAM RUPALA
પરષોત્તમ રૂપાલા આજે દિલ્હીથી પરત ફર્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર તેમણે જણાવ્યું કે આ વિષય મારા આગેવાનો ચલાવી રહ્યા છે, હું કોઈ ટિપ્પણી કરું તે યોગ્ય નથી.
Published : Apr 4, 2024, 2:14 PM IST
|Updated : Apr 4, 2024, 2:29 PM IST
મારા સમર્થનમાં તમામ સમાજ છે એટલે પાટીદાર અને ક્ષત્રિય કરવું નહીં. જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ મને સમર્થન કર્યું છે. કોઈ ક્ષત્રિય વર્સીસ પાટીદાર નથી. હાલમાં આ મુદ્દે કઈ પણ બોલીને આગ લગાવવા માંગતો નથી. ગઈકાલે બેઠક થઈ તે બાબતે હું કૉમેન્ટ કરુ એ યોગ્ય નથી. કારણ કે તેમાં અમારા આગેવાનો હોય તો એમને જ ખ્યાલ હોય.
પહેલા પણ મારા વિચારો મીડિયા સમક્ષ પણ વ્યક્ત કરી દીધા છે. મારી દ્રષ્ટિએ હવે હું વધારાના કોઈ વિષયને તેમાં જોડવાના મતમાં નથી. ક્ષત્રીય વર્સીસ પાટીદાર કરવાની કોઈ આવશ્યકતા નથી. આવા ઇસ્યુને તમારે પણ એડ્રેસ કરવાની જરૂર નથી. મેં આપને કહી દીધું છે હવે તેમાંથી પેટા પ્રશ્નો જેટલા ધારવા હોય એટલા ધારી શકાય છે.